- ‘India Cycle for Change’ ચેલેન્જ હેઠળ ટોપ 11 માં રાજકોટની પસંદગી
- શહેરને રૂપિયા 1 કરોડ મળશે
- ચેલેન્જમાં વિવિધ 113 શહેરોએ ભાગ લીધો હતો
રાજકોટ: શહેરોને સાયકલ ફ્રેન્ડલી (Bicycle friendly) બનાવવા અને નાગરિકોને સાયકલને ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્યથી સ્માર્ટ સિટિઝ મિશન (Smart Cities Mission) દ્વારા ‘India Cycle for Change’ ચેલેન્જની શરૂઆત કરવામાં આવી હતી. આ ચેલેન્જમાં વિવિધ 113 શહેરોએ ભાગ લીધો હતો. જેમાંથી 25 શહેરોની સ્ટેજ-1 માં પસંદગી કરવામાં આવી હતી. જેમાંથી ટોપ 11 શહેરોની પસંદગી તા. 28-07-2021 ના રોજ કરવામાં આવી હતી. જેમાં રાજકોટ શહેરની પણ પસંદગી થતા રાજકોટ શહેરને રૂપિયા 1 કરોડનો પુરસ્કાર મળશે.
આ પણ વાંચો: ગુજરાતમાં રમતગમત માટે માળખાગત સુવિધાનો અભાવ
પુરસ્કારનો ઉપયોગ શહેરમાં સાયકલિંગને પ્રમોટ માટે કરાશે
આ રૂપિયા 1 કરોડના પુરસ્કારનો ઉપયોગ શહેરમાં સાયકલિંગને પ્રમોટ કરવા તેમજ તેનો વ્યાપ વધારવા માટે કરવામાં આવશે તેમ મેયર ડૉ. પ્રદીપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ અને મનપા કમિશ્નર અમિત અરોરાએ સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું. આ ચેલેન્જમાં રાજકોટ શહેરે ઇકલી દ્વારા સંચાલિત કેપેસીટીઝ પ્રોજેક્ટના સહયોગથી ભાગ લીધો હતો. રાજકોટમાં આ ચેલેન્જના ભાગ રૂપે પોટેન્શિયલ સાયકલિંગ રૂટ (Potential cycling route) અને સાયકલિંગ દરમિયાન લોકોને જરૂરી સુવિધાઓ અંગે એક સર્વે કરવામાં આવ્યો હતો. જે બાદ BRTS રૂટ પર એક પાયલોટ પ્રોજેક્ટ ચલાવવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: સુરત શહેરે મેળવી વધુ એક સિદ્ધિ, સાઈકલ ફોર ચેન્જ ચેલેન્જ અંતર્ગત સુરતની પસંદગી, 1 કરોડ રૂપિયાનું મળશે ઈનામ
પુરસ્કારનો ઉપયોગ શહેરમાં સાયકલિંગને પ્રમોટ કરવા માટેે કરાશે
નાગરીકોમાં સાયકલ અંગે જાગૃતતા લાવવા માટે તેમજ cycle 2 work ને પ્રમોટ કરવા માટે રાજકોટ મહાનગરપાલિકાએ દર શુક્રવારે કર્મચારીઓ દ્વારા સાયકલનો ઉપયોગ કરી ઓફિસે આવવા માટે એક અભિયાન પણ ચલાવ્યું હતું. આ ચેલેન્જ અંતર્ગત રેસકોર્સ ગાર્ડન પાસે PPP ધોરણે સાયકલિંગ શેરિંગ પ્રોજેક્ટ (Cycling Sharing Project) ની પણ શરૂઆત કરવામાં આવી છે. શહેરમાં સાયકલનો ઉપયોગ વધારવાથી શહેરની આબોહવાને પણ ફાયદો થશે.