- રાજકોટમાં લાંબા સમય બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી
- ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પણ પાણી ભરાયાં
- ડેમોમાં નવા નીરની આવક થઈ, ખેડૂતોને હાશકારો
રાજકોટ: રાજકોટ શહેરમાં બપોર બાદ મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. રાજકોટમાં લાંબા સમય બાદ વરસાદ આવતા શહેરીજનો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો, જ્યારે શહેરના રસ્તાઓ પાણી પાણી થયાં હતાં. રાજકોટમાં લાંબા સમય બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતા રાજકોટવાસીઓ પણ રસ્તાઓ પણ વરસાદની મજા માણવા નીકળી પડ્યા હતા. શહેરમાં વરસાદી વાતાવરણ થતાં અંધારું થવા પામ્યું હતું, જ્યારે અડધા કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ પડતાં થોડા સમય માટે દોડાદોડીનો માહોલ સર્જાયો હતો.
શહેરમાં 1 ઈંચ જેટલો વરસાદ પડ્યો
રાજકોટમાં લાંબા સમય બાદ મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. જે દરમિયાન શહેરના ગોંડલ રોડ, કાલાવડ રોડ, જામનગર રોડ, કુવાડવા રોડ પર વરસાદી પાણી ખાબકતા રસ્તાઓ પાણી પાણી થયાં હતાં. જ્યારે અડધા કલાકમાં શહેરમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. રાજકોટમાં વરસાદ આવતા ડેમોમાં પણ નવા નીરની આવક થવા પામી છે. રાજકોટમાં લાંબા સમય બાદ વરસાદ આવતા શહેરીજનોને પણ રાહત મળી છે. તેમજ ખેડૂતોના પાકને પણ પિયત મળી જતા તેઓ પણ ચિંતા મુક્ત થયા છે.
ચોમાસા દરમિયાન વરસાદ પાછો ખેંચાયો
રાજ્યમાં ચોમાસુ શરૂ થયા બાદ શરૂઆતમાં સારો વરસાદ આવ્યો હતો. જ્યારે શરૂઆતમાં વરસાદ આવ્યા બાદ એકાએક વરસાદ પાછો ખેંચાયો હતો. જેને લઈને રાજ્યભરમાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા. જ્યારે વરસાદ પાછો ખેંચવાના કારણે કેટલાક તાલુકાઓમાં ખેડૂતોના પાક નિષ્ફળ જવાની પણ ભીતિ સર્જાઈ હતી, પરંતુ છેલ્લા ત્રણ દિવસથી રાજ્યમાં વરસાદી માહોલ જામતા ખેડૂતોની ચિંતા પણ હળવી થઈ છે. તેમજ રાજ્યની પાણીની સમસ્યા પણ હલ થવાની શક્યતાઓ છે.
વધુ વાંચો: નવસારીમાં છેલ્લા 2 દિવસથી મેઘરાજાના ધામા, જિલ્લા તંત્ર એલર્ટ મોડ પર, NDRFની ટીમ સ્ટેન્ડ બાય
વધુ વાંચો: વેધર વોચ : આગામી ત્રણ દિવસમાં સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભાર વરસાદ ૫ડવાની સંભાવના