ETV Bharat / city

રાજકોટ પોલીસે 1 હજાર લિટર ભેળસેળવાળું દૂધ ઝડપ્યું, ડ્રાઈવરની ધરપકડ - રાજકોટ પોલીસે 1 હજાર લિટર ભેળસેળવાળું દૂધ ઝડપ્યું, ડ્રાઈવરની ધરપકડ

એક તરફ દૂધની કિંમત (Milk Price) વધી રહી છે. તો બીજી તરફ દૂધમાં ભેળસેળ પણ વધી રહી છે. ત્યારે રાજકોટમાં યુનિવર્સિટી પોલીસે પણ ભેળસેળવાળું દૂધ ઝડપી પાડ્યું છે. આ સાથે જ પોલીસે ડ્રાઈવરની પણ ધરપકડ કરી છે. પોલીસે કુલ 1 હજાર લિટર ભેળસેળવાળું દૂધ પકડ્યું છે. હાલમાં તો પોલીસે આ દૂધ લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યું છે.

રાજકોટ પોલીસે 1 હજાર લિટર ભેળસેળવાળું દૂધ ઝડપ્યું, ડ્રાઈવરની ધરપકડ

author img

By

Published : Aug 19, 2021, 3:48 PM IST

  • રાજકોટમાં પોલીસે (Rajkot Police) ભેળસેળવાળું દૂધ (Adulterated milk) ઝડપી પાડ્યું
  • પોલીસે ભેળસેળવાળું દૂધ (Adulterated milk) લઈને આવતી બોલેરો ગાડીને પકડી પાડી
  • પોલીસે (Police) ડ્રાઈવર રાજા ગોગનભાઈ ટોળિયાની પણ કરી ધરપકડ

રાજકોટઃ શહેરની યુનિવર્સિટી પોલીસે પંચાયતનગર ચોક પાસેથી બોલેરો ગાડીને રોકી હતી. પોલીસે ગાડીમાંથી 1 હજાર લિટર ભેળસેળવાળું દૂધ ઝડપી પાડ્યું છે. આ સાથે જ ડ્રાઈવર રાજા ગોગનભાઈ ટોળિયાની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટની પેડક રોડ પર આવેલી શિવશક્તિ ડેરી અને પેલેસ રોડ આશાપુરા ડેરી આપવામાં આવ્યું હતું. હાલ પોલીસ દ્વારા આ દૂધનું સેમ્પલ લઈને તેને તપાસ માટે વડોદરા ખાતે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યું છે.

1 હજાર લિટર ભેળસેળવાળું દૂધ (Adulterated milk) ઝડપાયું

રાજકોટ પોલીસને બાતમી મળી હતી કે, શહેરમાં વિવિધ જગ્યાઓએ ભેળસેળવાળું દૂધ વેંચવામાં આવી રહ્યું છે. આના કારણે પોલીસે પંચાયતનગર ચોક પાસે વોચ ગોઠવી હતી અને ત્યાંથી નીકળતી ગાડીમાં 2 ટાંકી ભેળસેળવાળું દૂધ ભર્યું હોવાની વાત સામે આવતા પોલીસ દ્વારા તેની તપાસ કરવામાં આવી હતી. આમાંથી અંદાજે 1 હજાર કરતાં વધુ લિટરનો દૂધનો જથ્થો મળી આવ્યો હતો. આ દૂધનો નમૂનો લઈને પોલીસ દ્વારા તપાસ અર્થે મોકલવામાં આવ્યો છે. જ્યારે આ મામલે ડ્રાઈવરની પણ પોલીસે ધરપકડ કરી છે.

પોલીસે ભેળસેળવાળું દૂધ (Adulterated milk) લઈને આવતી બોલેરો ગાડીને પકડી પાડી

આ પણ વાંચો- રાજકોટમાંથી 125 ડબ્બા ભેળસેળ યુક્ત તેલ અને નકલી અમુલ બ્રાન્ડનું ઘી મળી આવ્યું

દૂધના સેમ્પલનો રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી

રાજકોટમાં ભેળસેળવાળું દૂધ વેચાતું હોવાનું પોલીસને સચોટ બાતમી મળી હતી, જેના આધારે પોલીસે વિવિધ જગ્યાએ આ મામલે તપાસ શરૂ કરી હતી ત્યારે યુનિવર્સિટી પોલીસ દ્વારા શંકાસ્પદ દૂધનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. જ્યારે આ દૂધ શંકાસ્પદ હોવાનું પોલીસને પાકી બાતમી છે, પરંતુ પોલીસ દ્વારા દૂધના સેમ્પલ લઈને વડોદરા ખાતે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે ત્યારબાદ આ દૂધનો રિપોર્ટ આવ્યા બાદ આ મામલે સમગ્ર કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો- મહેસાણા દૂધ સાગર ડેરીઃ ઘીના લેવાયેલા સેમ્પલમાં ભેળસેળ પુરવાર થઇ

દૂધનો જથ્થો ઉપલેટા ખાતેથી આવ્યો હતો

આ સમગ્ર મામલે રાજકોટ ઝોન 2 ડીસીપી (DCP) મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજકોટ પોલીસે 1,000 લિટર શંકાસ્પદ દૂધના જથ્થા સાથે ડ્રાઈવર રાજા ગોગનભાઈ ટોળિયાની ધરપકડ કરી છે, જેની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, દૂધ ઉપલેટા તાલુકાના ઢાંક ગામમાંથી વિજય ભાભલુભાઈ માંકડ દ્વારા મોકલવામાં આવ્યું છે ત્યારે હવે પોલીસ દ્વારા આ દૂધના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. રિપોર્ટ આવ્યા બાદ પોલીસ દ્વારા આ મામલે વધુ કાર્યવાહી કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.