ETV Bharat / city

Rajkot Old Man Protest: રાજકોટમાં રસ્તા વચ્ચે સૂઈને વૃદ્ધનો અનોખો વિરોધ - રસ્તા વચ્ચે સૂઈને વૃદ્ધનો અનોખો વિરોધ

વૃદ્ધને સીટીબસના કન્ડક્ટર દ્વારા તેમની સાથે અભદ્ર ભાષામાં વાત કરવામાં આવી હતી અને બસમાંથી નીચે ઉતરી જવાનું કહેવામાં આવ્યું હતું. જેના કારણે વૃદ્ધ મુશ્કેલીમાં મુકાયા હતા અને તેમણે રસ્તા વચ્ચે સીટી બસ આગળ ચાલે નહિ તેવી રીતે સુઈ જઈ (Rajkot Old Man Protest)ને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

Rajkot Old Man Protest: રાજકોટમાં રસ્તા વચ્ચે સૂઈને વૃદ્ધનો અનોખો વિરોધ

author img

By

Published : Jan 3, 2022, 10:34 PM IST

રાજકોટઃ રંગીલા રાજકોટમાં એક વૃદ્ધ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. શહેરની કલેક્ટર કચેરીના ગેટ નંબર 2 ખાતે રસ્તા પર એક વૃદ્ધ અચાનક સુઈ ગયા હતા અને વિરોધ (Rajkot Old Man Protest) કરતા જોવા મળ્યા હતા. જ્યારે આ વૃદ્ધને વિરોધ કરવાનું કારણ પૂછવામાં આવતા સામે આવ્યું કે, સીટીબસના કન્ડક્ટર દ્વારા તેમની સાથે અભદ્ર ભાષામાં વાત કરવામાં આવી હતી અને બસમાંથી નીચે ઉતરી જવાનું કહેવામાં આવ્યું હતું. જેના કારણે વૃદ્ધ મુશ્કેલીમાં મુકાયા હતા અને તેમણે રસ્તા વચ્ચે સીટી બસ આગળ ચાલે નહિ તેવી રીતે સુઈ જઈને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. જો કે, આ વૃદ્ધ દ્વારા અનોખો વિરોધ (Unique protest in Rajkot) કરવામાં આવતા શહેરભરમાં આ વાત ચર્ચાનો વિષય બની છે.

Rajkot Old Man Protest: રાજકોટમાં રસ્તા વચ્ચે સૂઈને વૃદ્ધનો અનોખો વિરોધ

બસમાં કેપિસિટી કરતા વધુ પેસેન્જર

જ્યારે વૃદ્ધ દ્વારા રસ્તા પર સૂઈને વિરોધ કરવામાં આવ્યો ત્યારે આ મામલે તેમને જણાવ્યું હતું કે, બસમાં કેપિસિટી કરતા વધુ પેસેન્જર ભર્યા હતા. જેના કારણે એક મહિલા બસના દરવાજે પગ રાખીને ઉભી હતી તે પડે નહીં એટલે હું દરવાજા પાસે ઉભો હતો. જ્યારે મને બસમાં ઉભો રહેવાની કંડકટર દ્વારા જ પાડવામાં આવી અને બસમાંથી નીચે ઉતરી જવાનું કહીને મારી સાથે અભદ્ર ભાષામાં તેને વાત કરી હતી. જેના કારણે મેં રસ્તા પર સૂઈને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

કલેક્ટર કચેરી ખાતે થયો ટ્રાફિક જામ

જ્યારે કલેક્ટર કચેરી (Rajkot Collector Office)ના ગેટ ખાતે વૃદ્ધ દ્વારા રસ્તા પર સૂઈને વિરોધ કરવામાં આવ્યો હતો. જેના પગલે કલેક્ટર કચેરીના મુખ્ય માર્ગ પર થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ત્યારે રસ્તા પર હાજર રાહદારીઓએ વૃદ્ધને સમજાવતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો અને વૃદ્ધ દ્વારા પોતાનો વિરોધ પૂર્ણ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: Isudan Gadhvi on Liquor Report: જેલ જવામાં ગભરાતા નથી, 27 વર્ષની સરકાર સામે આંદોલન ચાલુ રહેશે

આ પણ વાંચો: Scholarship Disability Students: રાજ્યમાં 40 ટકાથી ઓછા દિવ્યાંગ બાળકોને આપવામાં આવશે સ્કોલરશીપ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.