- રાજકોટમાં કરફ્યૂના કારણે ખેડૂતોને મુશ્કેલી
- યાર્ડમાં આવતા ખેડૂતો, વેપારીઓ અને મજૂરો મુશ્કેલીમાં મુકાયા
- મજૂરોને માર્કેટિંગ યાર્ડમાં મોડી રાત સુધી કામ કરવામાં મુશ્કેલી
રાજકોટ: ચાલુ વર્ષે સારો વરસાદ થયો હોવાના કારણે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મગફળી અને કપાસના પાકનું વ્યાપક પ્રમાણમાં ઉત્પાદન થયું છે. જેને કારણે ખેડૂતો મોટા પ્રમાણમાં મગફળી અને કપાસનો પાક લઈને યાર્ડ ખાતે આવી રહ્યા છે. ખેડૂતો યાર્ડ ખાતે આવતા હોવાના કારણે યાર્ડમાં પણ વેપારીઓ અને મજૂરો મોડીરાત સુધી કામ કરતા હોય છે. રાજકોટમાં રાત્રી કરફ્યૂ લગાવામાં આવ્યો છે. ત્યારે યાર્ડમાં કામ કરતા મોટાભાગના વેપારીઓ અને મજૂરો રાજકોટ શહેરમાં વસવાટ કરે છે. જેને લઈને મોડી રાત સુધી યાર્ડમાં કામ કર્યા બાદ વેપારીઓ અને મજૂરો રાત્રી કરફ્યૂ દરમિયાન ઘરે કેવી રીતે જઇ શકે તે માટેનો પ્રશ્ન ઉભો થયો છે.
લોકડાઉન દરમિયાન ઈશ્યૂ કરાયેલા પાસ માન્ય રાખવા માગ
કોરોના મહામારી દરમિયાન રાજ્યમાં લોકડાઉન જાહેર કરાયું હતું. તે સમયે યાર્ડમાં કામ કરતા કર્મચારીઓ, વેપારીઓ અને મજૂરોને વહીવટી તંત્ર દ્વારા યાર્ડના કામકાજ અટકે નહિ તે માટે પાસ ઈશ્યૂ કરવામાં આવ્યા હતા. જે લોકડાઉન બાદ હવે જરૂરી ન બનતા તેને વહીવટી તંત્ર દ્વારા હાલ માન્ય કરવામાં આવ્યા નથી. ત્યારે હાલ રાજકોટમાં રાત્રી કરફ્યૂ હોવાથી તે પાસને ફરી માન્ય રાખવામાં આવે અથવા આવી પરિસ્થિતિમાં નવા પાસ વહીવટી તંત્ર દ્વારા માર્કેટિંગ યાર્ડના વેપારીઓ, ખેડૂતો અને મજૂરોએ આપવામાં આવે તેવી માગ કરી છે.
- રાજકોટ રાત્રી કરફ્યૂના અન્ય સમાચાર
રાજકોટ શહેરમાં રાત્રિ કરફ્યૂનો બીજો દિવસ, જુઓ અવકાશી દ્રશ્યો
રાજકોટ શહેરના લોકો સ્વેચ્છાએ રાત્રે 9 કલાક પહેલા કામ ધંધા બંધ કરીને ઘરમાં બેસી ગયા છે અને કરફ્યૂના અમલમાં સહયોગ આપી રહ્યા છે. ત્યારે રાજકોટ શહેરના રાત્રિ કરફ્યૂના આકાશી દ્રશ્યોમાં રોડ-રસ્તા સુમસામ દેખાઈ રહ્યા છે.
રાજકોટ: કોરોનાને પગલે અક્ષરમંદિર 10 દિવસ બંધ, રાજકોટ-અમદાવાદ રૂટની ST બસ બંધ
અમદાવાદમાં વધી રહેલા કોરોના સંક્રમણને કારણે અન્ય શહેરોમાં પણ લોકો અને તંત્ર બંને વધારે જાગૃત બન્યા છે. રાજકોટ શહેરમાં કોરોનાને પગલે કેટલીક એસટી બસોના રૂટ બંધ કરવામાં આવ્યા છે. ચા અને પાનની દુકાનો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છએ અને જરૂર પડ્યો દુકાનોને સીલ કરવામાં આવી છે.