- રાજ્યમાં આગામી દિવસોમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણી
- 21 ફેબ્રુઆરીને રવિવારના રોજ રાજકોટ મનપાની ચૂંટણી
- પોલીસ દ્વારા શહેરના સંવેદનશીલ મતદાન બૂથોની મુલાકાત લેવામાં આવી
રાજકોટઃ રાજ્યમાં આગામી દિવસોમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણી છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકાનો પણ સમાવેશ થાય છે. ત્યારે આગામી દિવસોમાં યોજાનાર ચૂંટણીની તારીખો પણ જાહેર થઈ ગઈ છે. જેમાં 21 ફેબ્રુઆરીને રવિવારના રોજ રાજકોટ મનપાની ચૂંટણી યોજાશે. જે માટે વહીવટી તંત્ર સાથે પોલીસ તંત્ર પણ ચૂંટણી કામગીરીમાં જોડાયું છે. જેને લઈને રાજકોટ પોલીસ દ્વારા ચૂંટણીને ધ્યાનમાં રાખીને શહેરના સંવેદનશીલ મતદાન બૂથોની મુલાકાત લેવામાં આવી હતી.
શહેરના 21 જેટલા સંવેદનશીલ બૂથની મુલાકાત
સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટમાં આગામી દિવસોમાં મનપાની ચૂંટણી યોજાનાર છે. જેને લઈને શહેરની થોરાળા પોલીસ દ્વારા પોતાના વિસ્તારમાં આવતા સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં ચાર જેટલી અલગ-અલગ બિલ્ડીંગમાં કુલ 21 બૂથનો સમાવેશ થાય છે. વિસ્તારમાં આવેલ માં ખોડિયાર પ્રાથમિક શાળા નંબર 76, ગૌતમ બુદ્ધ પ્રાથમિક શાળા, ડો. હોમી જહાંગીર ભાભા પ્રા. શાળા તેમજ શ્રી છત્રપતિ શિવાજી પ્રા. શાળા નંબર-66ની પોલીસ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી.