ETV Bharat / city

રાજકોટ મનપા ચૂંટણી : ભાજપના 72 ઉમેદવારોમાંથી 22 કરોડપતિ તો 10 સામે નોંધાઇ છે પોલીસ ફરિયાદ - રાજકોટ મનપાની ચૂંટણી

રાજકોટ મનપામાં કુલ 18 વૉર્ડ છે અને 72 ઉમેદવારો છે. જેમાં ભાજપના ઉમેદવારોની વાત કરીએ તો ભાજપના 72 ઉમેદવારોમાંથી 22 ઉમેદવારો કરોડપતિ હોવાનું સામે આવ્યું છે.

Rajkot Municipal Corporation Election
Rajkot Municipal Corporation Election
author img

By

Published : Feb 8, 2021, 8:19 PM IST

  • ભાજપના 72 ઉમેદવારોમાંથી 22 કરોડપતિ
  • 10થી વધુ ઉમેદવારો પર પોલીસ ફરિયાદ
  • ભાજપના 18 ઉમેદવાર નોનમેટ્રિક

રાજકોટઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર કરવામાં આવી છે. જેમાં રાજકોટ મનપાની ચૂંટણી પણ યોજાશે. રાજકોટ મનપાની વાત કરીએ તો રાજકોટ મનપામાં કુલ 18 વૉર્ડ છે અને 72 ઉમેદવારો છે. તમામ પક્ષો દ્વારા ઉમેદવારો પણ જાહેર કરવામાં આવ્યા છે. જેના ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાઓ પણ પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે હવે તમામ પક્ષો ચૂંટણીમાં જીત માટે પ્રચાર પસરમાં લાગ્યા છે. તમામ પક્ષના ઉમેદવારો અલગ અલગ વિશેષતા ધરાવે છે. જેમાં ભાજપના 72 ઉમેદવારોમાંથી 22 ઉમેદવારો કરોડપતિ હોવાનું સામે આવ્યું છે.

ભાજપના 72માંથી 22 ઉમેદવારો કરોડપતિ

ભાજપના 72 ઉમેદવારમાંથી 22 કરોડપતિ છે. જેમાં સૌથી વધુ સંપત્તિ ધરાવતા ઉમેદવારોમાં પુષ્કર પટેલ 14.55 કરોડ, નેહલ શુક્લ 11.22 કરોડ, નિલેશ જલુ 7.49 કરોડ, દેવાંગ માંકડ 2.11 કરોડ, સુરેન્દ્રસિંહ વાળા 2.32 કરોડ, વજુબેન ગોલતર 1.05 કરોડ, દિલીપ લુણાગરિયા 1.39 કરોડ, અશ્વિન પાંભર 6.09 કરોડ, બિપીન બેરા 7.23 કરોડ, ડૉ. દર્શના પંડ્યા 4.29 કરોડ, પ્રીતિબેન દોશી 1.11 કરોડ, વર્ષાબેન પાંધી 1.29 કરોડ, જયાબેન ડાંગર 1.31 કરોડ, કેતન ઠુંમર 1.27 કરોડ, વિનુ સોરઠિયા 1.32 કરોડની સંપત્તિ હોવાનું જાહેર કર્યું છે.

10થી વધુ ઉમેદવારો પર પોલીસ ફરિયાદ

ભાજપના 72 ઉમેદવારોમાંથી 10થી વધુ ઉમેદવારો સામે પોલીસ ફરિયાદ અત્યાર સુધીમાં નોંધાઇ છે. જેમાં જિતુ કોટડિયા અને દેવાંગ માંકડ સામે પબ્લિક પ્રોપર્ટીને નુકસાન કરવાની કલમ હેઠળ ગુનો નોંધાયો છે. જ્યારે નેહલ શુક્લ, સુરેન્દ્રસિંહ વાળા, નિલેશ જલુ સામે 307 સહિતની કલમ મુજબ, તેમજ કાળુ કુંગશિયા ગેરકાયદેસર હથિયાર સહિતના ગુના નોંધાયા છે. જ્યારે નિલશે જલુ સામે મારામારી સહિત, વૉર્ડ નંબર 4 પરેશ પીપળિયા મારામારી અને એસ્ટ્રોસિટી, ગેરકાયદે હથિયાર રાખવા સહિતના ગુના અત્યાર સુધીમાં નોંધાયા હોવાનું સામે આવ્યું છે.

ભાજપના 18 ઉમેદવાર નોનમેટ્રિક છે

ભાજપે 72 ઉમેદવાર જાહેર કર્યા છે. જેમાં 5 ડૉક્ટર, ચાર માસ્ટર ડિગ્રી, 3 પીએચડી, સિવિલ એન્જિનિયર છે . જ્યારે બીજી તરફ બે ચોપડી ભણેલા ઉમેદવાર પણ છે. આ ઉપરાંત 72માંથી 40 ઉમેદવાર ક્યારેય કોલેજ ગયા નથી અને 18 નોનમેટ્રિક છે. તેમજ ભાજપના ઉમેદવારોમાં સૌથી નાની ઉંમરના મહિલા 26 વર્ષના છે, જ્યારે સૌથી મોટી ઉંમરના 59 વર્ષના ઉમેદવાર છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.