ETV Bharat / city

રાજકોટ મનપાએ ભયગ્રસ્ત મકાનોના નળ કનેક્શન કાપ્યા - રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન

રાજકોટ શહેરમાં આવેલાં ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર ભયગ્રસ્ત હોવાથી ત્યાં વસવાટ કરતા લોકોને ક્વાર્ટર ખાલી કરવા અંગે લેખીત અને મૌખીક સૂચનાઓ આપવામાં આવી હતી. ત્યારબાદ શુક્રવારે હાઉસિંગ બોર્ડ દ્વારા ભયગ્રસ્ત મકાનોના નળ કનેક્શન કાપવામાં આવ્યા હતા.

ETV BHARAT
રાજકોટ મનપાએ ભયગ્રસ્ત મકાનોના નળ કનેક્શન કાપ્યા
author img

By

Published : Jun 12, 2020, 9:11 PM IST

રાજકોટઃ શહેરમાં ભયજગ્રસ્ત ક્વાર્ટરો ખાલી કરવા અંગે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા સૂચના આપવામાં આવી હતી. આમ છતાં વસવાટ કરનારા લોકોએ ક્વાર્ટર ખાલી નહીં કરતાં, શુક્રવારે ગુજરાત હાઉસિંગ બોર્ડે ભયગ્રસ્ત મકાનોના નળ કનેક્શન કાપ્યાં હતા.

રાજકોટ મનપાએ ભયગ્રસ્ત મકાનોના નળ કનેક્શન કાપ્યા

વોર્ડ નંબર ૬માં આકાશદીપ સોસાયટીની અંદર હાઉસિંગ બોર્ડના વર્ષો જુના ત્રણ માળિયા ક્વાર્ટરમાં 5 બ્લોકના કુલ ૬૦ ફ્લેટ આવેલાં છે. જે ભયજનક જણાતા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તેને ખાલી કરવા સૂચના આપવામાં આવી હતી. ત્યારબાદ શુક્રવારે આ ક્વાર્ટર્સના નળ કનેક્શન કાપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

ETV BHARAT
ભયગ્રસ્ત મકાનોના નળ કનેક્શન કાપ્યા

આ જ રીતે વોર્ડ નંબર ૧૭માં આનંદ નગર કોલોની વિસ્તારમાં ગુજરાત હાઈસિંગ બોર્ડ દ્વારા બનાવાયેલા ત્રણ માળિયા ક્વાર્ટર પૈકી E-૧, ૨, ૩ અને E-૪ તથા F-૭, ૮, ૯ એમ કુલ ૭ બ્લોક ભયજનક સ્થિતિમાં હતા. જેથી હાઉસિંગ બોર્ડના અધિકારીઓએ અહીંયા વસવાટ કરનારા લોકોને તાત્કાલિક અસરથી ક્વાર્ટર ખાલી કરવા અને પાણી તથા ડ્રેનેજ કનેક્શન કપાત કરવાની જાહેરાત કરી હતી.

આમ વોર્ડ નંબર ૬માં હાઉસિંગ બોર્ડે કુલ ૧૬ નળ કનેક્શન કાપ્યાં હતાં અને વોર્ડ નંબર ૧૭માં 1 કનેક્શન કાપ્યું હતું. મળતી માહિતી મુજબ, ક્વાર્ટરમાં રહેતા લોકો હજૂ પણ મકાન ખાલી નહીં કરે, તો આગામી દિવસોમાં હાઉસિંગ બોર્ડના અધિકારીઓ વીજ કનેક્શન અને ગેસ કનેક્શનને પણ કાપશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.