ETV Bharat / city

રાજકોટના મેયર પ્રદીપ ડવ કોરોના પોઝિટિવ - incress corona case

સમગ્ર દેશમાં કોરોનાનો હાહાકાર મચી રહ્યો છે. કોરોનાના કેસ સતત વધતા જોવા મળી રહ્યા છે. ત્યારે ક્યાંક લોકોને ઓક્સિજન, બેડ કે ઇન્જેકશનની અછત પણ પડી રહી છે. આ સાથે કોરોનાની મહામારીમાં મૃત્યુઆંકમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. એવામાં રાજકોટના મેયર પ્રદીપ ડવ પણ કોરોનાથી સંક્રમિત થયા છે.

રાજકોટના મેયર પ્રદીપ ડવ કોરોના પોઝિટિવ
રાજકોટના મેયર પ્રદીપ ડવ કોરોના પોઝિટિવ
author img

By

Published : Apr 28, 2021, 2:21 PM IST

  • રાજકોટમાં 500થી વધુ પોઝિટિવ કેસ નોંધાઇ રહ્યા છે
  • અંતિમવિધિ માટે લોકોને લાઈનમાં ઉભા રહેવાનો વારો આવ્યો છે
  • ખાનગી હોસ્પિટલોમાં પણ બેડની અછત સર્જાયેલી જોવા મળી છે

રાજકોટઃ હાલ દેશમાં કોરોનાના પોઝિટિવ કેસનો આંક સતત વધી રહ્યો છે. એવામાં ગુજરાતમાં પણ કોરોનાના કારણે આરોગ્યની પરિસ્થિતિ કથળી છે. ત્યારે રાજકોટના પ્રથમ નાગરિક એવા મેયર ડો. પ્રદીપ ડવને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. તેઓ પોતાના ઘરે જ હોમ આયસોલેટ થયા છે. તેમની બે દિવસથી તબિયત સારી ના હોવાથી કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. તે પોઝિટિવ આવતા તેઓ પોતાના ઘરે જ સારવાર લઇ રહ્યા છે. રાજકોટમાં પણ દિવસેને દિવસે 500થી વધુ કોરોનાના નવા પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે. જેને લઇને શહેરમાં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.

રાજકોટના મેયર પ્રદીપ ડવ કોરોના પોઝિટિવ
રાજકોટના મેયર પ્રદીપ ડવ કોરોના પોઝિટિવ

આ પણ વાંચોઃ વડોદરાના મેયર કેયુર રોકડિયા સહિત ઈન્કમટેક્સના 25 કર્મચારીઓ કોરોના પોઝિટિવ

આજે 53 કોરોનાના દર્દીઓના થયા મોત

રાજકોટમાં દૈનિક 500થી વધુ કોરોના પોઝિટિવ ટેસ્ટ નોંધાઈ રહ્યા છે તેમજ 50થી વધુ કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓના મોત પણ નીપજી રહ્યા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલોમાં પણ બેડની અછત સર્જાયેલી જોવા મળી રહી છે. જ્યારે સ્મશાનમાં પણ અંતિમવિધિ માટે લોકોને લાઈનમાં ઉભા રહેવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચોઃ સુરતમાં મેયર સહિત કુલ સાત કોર્પોરેટર કોરોના પોઝિટિવ આવ્યા

મીની લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે

શહેરમાં જાણે આરોગ્યની પરિસ્થિતિ કથળી હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે મોત બાદ રાજકોટ કોર્પોરેશનમાં પણ મરણના દાખલા કઢાવવા માટે છેલ્લા કેટલાક દિવસોથી લોકો લાંબી કતારમાં જોવા મળી રહ્યા છે. આ તમામ પરિસ્થિતિ જોતા ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા આગામી 5 તારીખ સુધી રાજ્યના 29 નાના-મોટા શહેરમાં મીની લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.