- ઘર ચોખ્ખુ રાખવાથી નહિં ફેલાય ડેન્ગ્યુ
- જમા થયેલા પાણીનો નિકાલ કરતા રહેવું
- ડેન્ગ્યુ વિશેની જાગરુકતા ફેલાવતા રહેવું
રાજકોટ: ડેન્ગ્યુએ વાયરસથી થતો અને મચ્છર દ્વારા ફેલાતો રોગ છે. ડેન્ગ્યુ મચ્છર (માદા એડિસ) ચોખ્ખા પાણીમાં ઈંડા મુકે છે. તેના પોરા પાણીમાં ખુણો શોધી ઊંધે માથે લટકતી સ્થિતિમાં તરે છે. તેને નરી આંખે સહેલાઈથી જોઈ શકાય છે. આ મચ્છર ટાઈગર મચ્છર તરીકે જાણીતા છે, રંગે કાળા અને શરીરના પૃષ્ઠ ભાગ પર સફેદ રંગના ટ૫કા ધરાવે છે. આ મચ્છર ચેપગ્રસ્ત હોય તો ડેન્ગ્યુ રોગ ફેલાવે છે. તે જયાં ઉત્૫ન્નન થાય છે ત્યાંજ રોગ ફેલાવે છે. તેની ઉડયન ક્ષમતા આશરે 100 મીટર હોવાથી આ મચ્છર ઘર કે કાર્યસ્થળે પાણીના સંગ્રહસ્થાનોમાં ઇંડા મુકતા જોવા મળે છે.
ડેન્ગ્યુના લક્ષણો:-
- સખત તાવ- માથાના આગળના ભાગમાં દુખાવો અને કમરમાં દુખવો.
- આંખની પાછળ દુખાવો જે આંખના હલનચલનથી વધે.
- સ્નાયુ અને સાંધાનો દુખાવો.
- છાતી અને હાથ પર ઓરી જેવા દાણા.
- ઉબકા-ઉલટી.
- ભુખ ન લાગવી અને જીભ બેસ્વાદ થવી, કબજીયાત.
આ જગ્યાઓ પર ઉત્પન્ન થઈ શકે છે ડેન્ગ્યુના મચ્છર:-
સીમેન્ટની ટાંકી | પક્ષીકુંજ | ફાઈબરની ટાંકી | બેરલ, પીપ | ફ્રિજની પાછળની ટ્રે | માટલા | ફુવારા |
ટાયર, ડબ્બા, ડુબ્લી વગેરે ભંગાર | સીડી નીચેની ટાંકી | પશુના પાણી માટેના હવાડા | નાળીયેરની કાછલી | છોડના કુંડા, તેની નીચે રાખેલી પ્લેટ | અગાસી, છજજામાં જમા થતુ વરસાદી પાણી | મનીપ્લાન્ટ, અન્ય પ્લાન્ટ માટેની કાચની બોટલ |
7થી 10 દિવસમાં દેખાય છે ડેન્ગ્યુના લક્ષણો
વરસાદના વિરામ બાદ સ્થિર અને બંધિયાર ચોખ્ખા પાણીમાં માદા એડિસ મચ્છર ઈંડા મુકે છે. આ ઈંડામાંથી પ્રથમ પોરા ત્યાર બાદ પ્યુપા તથા પુખ્ત મચ્છર બને છે. આમ ઈંડામાંથી પુખ્ત મચ્છર બનતા 7થી 10 દિવસનો સમય લાગે છે. એડિસ પુખ્ત મચ્છર જો ડેન્ગ્યુ વાઈરસથી સંક્રમિત હોય તો તે મચ્છરના કરડયા બાદ માણસના શરીરમાં વિષાણુ દાખલ થયા પછી લીમ્ફ ગ્લાન્ડમાં તેની વૃધ્ધી થાય છે. વિષાણુઓના પુરતા પ્રમાણમાં વૃધ્ધી થયા બાદ વ્યકિતને 7થી 10 દિવસમાં ડેન્ગ્યુના લક્ષણો દેખાય છે. જેને ઈન્કયુબેશન પિરીયડ કહેવામાં આવે છે. સામાન્ય રીતે વરસાદ બાદ 14થી 20 દિવસ બાદ ડેન્ગ્યુ રોગનો ફેલાવો ચાલુ થાય છે. આથી ડેન્ગ્યુ રોગ નિયંત્રણ માટે લોકોએ સ્વયંજાગૃત રહી ધરની સફાઈ કરવી જોઈએ.
મનપા કમિશનરની શહેરીજનોને અપીલ
રાજકોટ મ્યુનિ. કમિશનર અમિત અરોરા તથા નાયબ કમિશનર આશિષ કુમાર લોકોને ખાસ અપીલ છે કે દરેક નાગરિક ડેન્યુના નિયંત્રણ અંગેની આ ઝુંબેશમાં જોડાય. દર રવિવારે સવારે 10 કલાકે માત્ર 10મિનિટ ફાળવી આ૫ની ઘરની અંદર તથા ઘરની આસપાસ 10 મીટરના એરિયામાં પાણી ભરેલા પાત્રો ઢાંકીને રાખવા તથા બિનઉ૫યોગી પાણી ભરાયેલું હોય તો નિકાલ કરવો તથા આ માહિતી અન્ય 10 વ્યકિતઓને જણાવવી. માત્ર 10 મિનીટ આ૫ને તથા આ૫ના ૫રિવારને વાહક જન્ય રોગોથી બચાવશે.
મચ્છર ઉત્પતિ સ્થાન અને ઉત્પતિ અટકાવવાના ઉપાય:-
ઉત્પતિ સ્થાન | અટકાવવાના ઉપાય |
૫ક્ષી કુંજ | 1) ૫ક્ષીકુંજ ન ભરવા અને ઉંધાવાળી દેવા. 2) દરરોજ પાણી ખાલી કરી નવું ભરવું. 3) અંદરની સપાટી કુચાથી ઘસીને સાફ કરવી. |
છોડના કુંડા | 1) માટીમાં શોષાય તેટલું જ પાણી નાખવું. 2) વરસાદ બાદ કુંડામાંથી પાણી ખાલી કરવું. |
બિનજરૂરી ટાયર | 1) નીકાલ કરવો. 2) વરસાદી પાણી ન ભરાય તેમ સંગ્રહ કરવો. 3) ટાયરમાં હોલ રાખવા જેથી વરસાદી પાણી ન ભરાય. |
પાણીની ટાંકી | 1) ટાંકી ક૫ડુ બાંઘી હવાચુસ્ત ઢાંકીને રાખવી. 2) ઢાંકણ હવાચૂસ્ત ઢાંક્યુ છે કે નહિં તે ચકાસવું. 3) દર અઠવાડિયે અંદરની સપાટી કુચાથી ઘસીને સાફ કરવી. |
નાંદ | 1) ઢાંકણ હવાચૂસ્ત ઢાંક્યુ છે તે ચકાસવું. 2) આજુબાજુ પાણીનો ભરાવો ન થાય તેનું ધ્યાન રાખવું |
અન્ય | 1) બિનજરૂરી ભંગારનો તાત્કાલીક નિકાલ કરવો. 2) અગાસીમાં જમાં થતાં પાણીનો નિકાલ કરવો. 3) અગાસીમાં જમાં થયેલા પાણીને ફેલાવીને સુકવી દેવું. |