ETV Bharat / city

સરકારના ટેકાના ભાવે 50 મણ ચણાની ખરીદીનો રાજકોટ કિસાન સંઘ દ્વારા વિરોધ

રાજ્યમાં હાલ સરકાર દ્વારા વિવિધ કેન્દ્રો પર ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરવામાં આવી છે, પરંતુ ટેકાના ભાવે ચણાની ખરીદીને લઈને રાજકોટ જિલ્લા કિસાન સંઘ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. કિસાન સંઘની માંગણી છે કે, સરકાર દ્વારા માત્ર 50 મણ જ ચણાની ખરીદી કરવામાં આવી રહી છે જે યોગ્ય નથી. ચણાની ખરીદીને લઈને કિસાન સંઘ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.

સરકારના ટેકાના ભાવે 50 મણ ચણાની ખરીદીનો રાજકોટ કિસાન સંઘ દ્વારા વિરોધ
સરકારના ટેકાના ભાવે 50 મણ ચણાની ખરીદીનો રાજકોટ કિસાન સંઘ દ્વારા વિરોધ
author img

By

Published : Mar 12, 2021, 10:20 AM IST

Updated : Mar 12, 2021, 1:08 PM IST

  • સરકાર દ્વારા વિવિધ કેન્દ્રો પર ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ
  • ટેકાના ભાવે ચણાની ખરીદીને લઈને રાજકોટ જિલ્લા કિસાન સંઘ દ્વારા વિરોધ
  • સરકાર દ્વારા માત્ર 50 મણ જ ચણાની ખરીદી
    સરકારના ટેકાના ભાવે 50 મણ ચણાની ખરીદીનો રાજકોટ કિસાન સંઘ દ્વારા વિરોધ

રાજકોટ: રાજ્યમાં હાલ સરકાર દ્વારા વિવિધ કેન્દ્રો પર ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરવામાં આવી છે, પરંતુ ટેકાના ભાવે ચણાની ખરીદીને લઈને રાજકોટ જિલ્લા કિસાન સંઘ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. કિસાન સંઘની માંગણી છે કે, સરકાર દ્વારા માત્ર 50 મણ જ ચણાની ખરીદી કરવામાં આવી રહી છે જે યોગ્ય નથી. ચાલુ વર્ષે સારો વરસાદ થવાના કારણે ચણાનું ઉત્પાદન પણ બમણુ થવાનો અંદાજ છે. ત્યારે એક ખેડૂત પાસેથી માત્ર 50 મણ જ ચણાની ખરીદીને લઈને કિસાન સંઘ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: બોટાદમાં ત્રણ સેન્ટરો પર ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરાઇ

જિલ્લા કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર

રાજકોટ જિલ્લા કિસાન સંઘ દ્વારા આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં ચણાની ખરીદીને લઈને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. આ સાથે જ એક-એક ખેડૂત પાસેથી 200 મણ ચણાની ખરીદી સરકાર દ્વારા કરવામાં આવે તેવી કિસાન સંઘ દ્વારા માંગણી કરવામાં આવી હતી. કિસાન સંઘે પણ જણાવ્યું હતું કે, ગત વર્ષે સરકાર દ્વારા 125 મણ ચણાની ખરીદી 1-1 ખેડૂત પાસેથી કરવામાં આવી હતી.

આ પણ વાંચો: રાજકોટ જિલ્લામાં 9મી માર્ચથી ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ

જિલ્લામાં 1 લાખ હેક્ટરમાં ચણાનું વાવેતર થયું

રાજકોટ જિલ્લામાં આ વખતે સારો વરસાદ થતા ખેડૂતોએ અંદાજિત 1 લાખ હેક્ટરમાં ચણાનું વાવેતર કર્યું છે. જેને લઇને આ વખતે રાજકોટ જિલ્લામાં ચણાનું બમણું ઉત્પાદન થવાનો અંદાજ છે. ત્યારે આ વખતે સરકાર દ્વારા ખેડૂત પાસેથી માત્ર 50 મણ ચણાની જ ખરીદી કરવામાં આવી રહી છે. આજે રાજકોટ જિલ્લા કિસાન સંઘ દ્વારા આ મામલે કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને ખેડૂત પાસેથી 200 મણ ચણા ખરીદવાની માંગણી કરવામાં આવી હતી.

Last Updated : Mar 12, 2021, 1:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.