- રાજકોટ કિસાન સંઘ દ્વારા ગામડાઓમાં ચેકડેમ રીપેર કરવાની માગ
- વિશ્વ જળ દિવસના રોજ પાણી માટે પોકાર
- વારંવાર રજૂઆત કરવા છતા તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી નહીં
રાજકોટ : આજે વિશ્વ જળ દિવસ છે. ત્યારે હજૂ પણ ગુજરાતના બધા વિસ્તારોમાં પીવાના પાણીના પણ ફાંફા જોવા મળી રહ્યા છે, ત્યારે રાજકોટ જિલ્લા કિસાન સંઘ દ્વારા આજે સિંચાઇ વિભાગને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. રાજકોટ જિલ્લા કિસાન સંઘ દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી રાજકોટ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા ચેકડેમને રિપેર કરવાની માગ કરવામાં આવી રહી છે, પરંતુ હજૂ સુધી આ અંગે કોઈપણ કામગરી તંત્ર દ્વારા નહીં કરવામાં આવતા. સોમવારે રાજકોટ જિલ્લા કિસાન સંઘ દ્વારા સિંચાઈ વિભાગના અધિકારીઓને આવેદનપત્ર પાઠવીને ફરી રાજકોટ જિલ્લાના ચેકડેમને રિપેર કરવાની માંગણી કરી હતી.
આ પણ વાંચો - વિશ્વ જળ દિવસ : પ્રભાસ તીર્થના જૈન દેરાસરમાં પાણી બચાવવાની સાત દાયકાથી ચાલતી જળસંચયની પદ્ધતિ
છેલ્લા ત્રણ વર્ષથી કરાઈ રહી છે રજૂઆત
રાજકોટ જિલ્લા કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખીયાએ જણાવ્યું હતું કે, ગત 3 વર્ષથી કિસાન સંઘ દ્વારા જિલ્લા વહીવટી તંત્ર તેમજ સિંચાઇ વિભાગને રાજકોટ જિલ્લા અલગ અલગ ગામમાં આવેલા ચેકડેમને સમરકામ કરવાની માંગણી કરવામાં આવી રહી છે, પરંતુ હજૂ સુધી આ અંગે જિલ્લા વહીવટી તંત્ર કે સિંચાઈ વિભાગ દ્વારા કોઈપણ નક્કર કામગીરી કરવામાં આવી નથી. જેને લઈને 22 માર્ચના રોજ વિશ્વ જળ દિવસ છે, ત્યારે જ રાજકોટ કિસાન સંઘ દ્વારા સિંચાઈ વિભાગને આવેદન પાઠવીને રાજકોટ જિલ્લાના ચેકડેમનું સમારકામ કરવાની માગ કરવામાં આવી છે.
આ પણ વાંચો - વિકાસ ઝંખતા ખેડાના ઐતિહાસિક સ્મારક સમાન પ્રાચીન જળ સ્ત્રોત
કિસાન સંઘ દ્વારા 100 કરતા વધારે ચેકડેમનો કરાયો સર્વે
રાજકોટ કિસાન સંઘ દ્વારા રાજકોટ જિલ્લાના 11 તાલુકાના અલગ અલગ ગામોમાં ફરીને કુલ 100 કરતાં વધારે ચેકડેમનું સર્વે કરવામાં આવ્યો હતો. તેમજ આ ચેકડેમને કેવી રીતના અને કયા પ્રકારના સમારકામની જરૂર છે, તે અંગેની આખી ફાઇલ બનાવવામાં આવી છે. ત્યારબાદ આ ફાઇલને સોમવારના રાજકોટ કિસાન સંઘ દ્વારા સિંચાઈ વિભાગના અધિકારીઓને આપવામાં આવી હતી. જો કે કિસાન સંઘે એવો પણ આક્ષેપ કર્યો છે કે, વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ વહીવટી તંત્ર દ્વારા હજૂ સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી.
આ પણ વાંચો - વિશ્વ જળ દિવસ: રાજ્યમાં સુએજ પ્લાન્ટ બનાવી કરાય છે ગટરના પાણીને રિસાયકલ