- રાજકોટ અગ્નિકાંડ મામલે વધુ 2 ડૉક્ટર્સની ધરપકડ
- રાજકોટ પોલીસે બન્ને ડૉક્ટર્સને કોર્ટમાં રજૂ કર્યા
- કોર્ટે 2 ડૉક્ટરના જામીન મંજૂર કર્યા હતા
- અત્યારે પાંચે ડોક્ટર જામીન પર છે
રાજકોટઃ રાજકોટ હોસ્પિટલ અગ્નિકાંડ મુદ્દે આજે ઝડપી પાડવામાં આવેલા 2 ડૉક્ટરોને પણ પોલીસે કોર્ટમાં રજૂ કર્યા હતા. પોલીસે 3 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. જો કે, કોર્ટ દ્વારા પોલીસ રિમાન્ડની માગણી ફગાવાઈ હતી. તેમ જ બન્ને આરોપી ડૉક્ટરના જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. આ અગાઉ પણ ઝડપાયેલા ત્રણેય આરોપી ડૉક્ટર્સના કોર્ટ દ્વારા જામીન મંજૂર કરવામાં આવ્યા છે, ત્યારે આજે વધુ 2 ડૉક્ટર્સના જામીન મંજૂર કરાતા આ ગુનાના પાંચેય આરોપી ડૉક્ટર હાલ જામીન પર છે.
અગ્નિકાંડ મામલે કુલ 5 ડૉક્ટર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં હોસ્પિટલનું સંચાલન કરતા ડૉ. પ્રકાશ મોઢા, ડૉ.વિશાલ મોઢા અને ડૉ.તેજસ કરમટાની પોલીસે 2 દિવસ પહેલા અટકાયત કરી હતી. તેમ જ તેમને કોર્ટમાં રજૂ કર્યા હતા. જેમને કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા, ત્યારે આજે બુધવારે આ ગુનામાં વધુ 2 ડૉક્ટર્સ ડૉ.તેજસ અને ડૉ.દિગ્વિજયસિંહ જાડેજાની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.