ETV Bharat / city

Rajkot District Bankનું નામ બદલાયું, વિઠ્ઠલભાઈ રાદડિયા જિલ્લા બેંક ભવન થશે - Jayesh Raddiya

આજે રાજકોટ જિલ્લા બેંક (Rajkot District Bank) ની 62મી સામાન્ય સભા યોજવામાં આવી હતી. આ સભા બેંકના વર્તમાન ચેરમેન અને રાજ્યના કેબિનેટપ્રધાન જયેશ રાદડિયાની (Jayesh Radadiya) અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં બેન્ક દ્વારા લેવામાં આવેલ નિર્ણયો અને બેંકનું નફા નુકશાન તમામ બાબતો જાહેર કરવામાં આવી હતી. જેમાં બેંકનું નામ બદલવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું.

Rajkot District Bankનું નામ બદલાયું, વિઠ્ઠલભાઈ રાદડિયા જિલ્લા બેંક ભવન થશે

author img

By

Published : Jun 28, 2021, 8:58 PM IST

  • Rajkot District Bankનું નામ બદલાયું
  • નામ બદલાઈને વિઠ્ઠલભાઈ રાદડિયા જિલ્લા બેંક ભવન થશે
  • 62મી વાર્ષિક સામાન્ય સભામાં લેવાયો નિર્ણય

    રાજકોટ: આજે રાજકોટ જિલ્લા બેંકની (Rajkot District Bank) 62મી સામાન્ય સભા યોજવામાં આવી હતી. આ સભા બેંકના વર્તમાન ચેરમેન અને રાજ્યના કેબિનેટપ્રધાન જયેશ રાદડિયાની (Jayesh Radadiya)અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં જિલ્લાની અલગ અલગ શાખાઓના પ્રમુખો સહિતના બેન્ક કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. સામાન્ય રીતે દર વર્ષે રાજકોટ જિલ્લા બેંકની સામાન્ય સભા યોજાય તેમ આ વર્ષે પણ વાર્ષિક સામાન્ય સભા યોજવામાં આવી હતી. જેમાં બેન્ક દ્વારા લેવામાં આવેલ નિર્ણયો અને બેંકનું નફાનુકશાન તમામ બાબતો જાહેર કરવામાં આવી હતી.

    બેંકનું નામ વિઠ્ઠલભાઈ રાદડિયા જિલ્લા બેન્ક રખાયું

    રાજકોટ જિલ્લા બેંક (Rajkot District Bank) ના ચેરમેન અને કેબિનેટપ્રધાન જયેશ રાદડિયા (Jayesh Radadiya)દ્વારા સભામાં લેવામાં આવેલ નિર્ણય અંગે જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લા બેંકનું નામ બદલીને વિઠ્ઠલભાઈ રાદડિયા બેન્ક ભવન (Vitthal Radadiya Bank) રાખવામાં આવશે. જેઓ સૌરાષ્ટ્રના ખેડૂતો માટે લડત ચલાવનાર ખેડૂત નેતા અને પૂર્વ સાંસદ અને બેંકના પાયા સમાન હતાં. જેમના નામથી આ બેંકની હેડઓફિસ હવેથી ઓળખાશે. જ્યારે બેંકની બહાર સરદાર વલ્લભભાઈ પટેલ અને વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રતિમા પણ મુકવામાં આવશે. તેવી નિર્ણય સામાન્ય સભામાં લેવામાં આવ્યો છે.
    વિઠ્ઠલભાઈ રાદડિયા બેંકના પાયા સમાન હતાં

આ પણ વાંચોઃ રાજકોટ જિલ્લા બેન્કની સામાન્ય સભા યોજાઈ, ખેડૂત લક્ષી 6 યોજનાઓ કરાઈ જાહેર

બેંકના સભ્યો માટે મહત્વની જાહેરાત કરવામાં આવી

રાજકોટ જિલ્લા બેંક (Rajkot District Bank) ની 62મી વાર્ષિક સામાન્ય સભામાં બેંકના સભ્યો માટે મહત્વના નિર્ણય લેવામાં આવ્યાં હતાં. જેમાં મેડીકલ સારવાર માટે રૂ 5 લાખ સુધીની રાહત પર 6 ટકા વ્યાજ સાથેની લોન, રૂ.30 લાખ સુધીની બેન્ક ગેરંટી યોજના જાહેર, ધોરણ 10થી ઉપરના અભ્યાસ માટે રૂ. 25 લાખની લોન પર 9 ટકા વ્યાજ, જ્યારે સભાસદોની શેર મૂડી પર 15 ટકા ડિવિડન્ટ ચૂકવવાની જાહેરાત જેવી અનેક મહત્વપૂર્ણ યોજનાઓ બેંકના સભ્યો માટે જાહેર કરવામાં આવી છે. જ્યારે બેન્ક દ્વારા વર્ષ દરમિયાન કરવામાં આવેલ વહીવટી નફાનુકશાની અંગેની માહિતી જાહેર કરવામાં આવી હતી.

બેંકમાં કોઈ દિવસ રાજકારણ લાવવામાં આવ્યું નથી

રાજકોટ જિલ્લા બેંકના (Rajkot District Bank) વર્તમાન ચેરમેન અને રાજ્યના કેબિનેટપ્રધાન જયેશ રાદડિયા દ્વારા સભા દરમિયાન જણાવવામાં આવ્યું હતું કે અમે ભલે રાજકીય વ્યક્તિઓ હોઈએ પણ બેંકના વહીવટમાં અમે કોઈ દિવસ રાજકારણ લાવ્યાં નથી અને લાવીશું પણ નહીં. જ્યારે આ બેંકના સાચા માલિક ખેડૂતો અને બેંકના સભ્યો જ છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લા બેંકની ચૂંટણીઓ યોજાઈ હતી તેમાં પણ બેંકના હોદ્દેદારોની સમરસ પસંદગી કરવામાં આવી છે. આમ રાજકોટ જિલ્લાના સહકારી ક્ષેત્રે પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઈનો દબદબો તેમના પુત્ર જયેશ રાદડિયા દ્વારા યથાવત રાખવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ ધોરાજી સ્ટેશન રોડ નું નામ સ્વ વિઠ્ઠલભાઈ રાદડીયા માર્ગ નામ આપવામાં આવ્યું

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.