રાજકોટ શહેરમાં વર્ષ 2004માં મ્યુનિસિપલ કમિશનર ઓફિસમાં પાણી બાબતે રજૂઆત કરવામાં આવી હતી. તે સમયે આ ઓફિસમાં તોડફોડ (municipal commissioner office vandalism) થઈ હતી. ત્યારે આ મામલે 13 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. જોકે, કોર્ટે હવે આ કેસમાં 13 આરોપીઓને નિર્દોષ છોડી મૂક્યા છે.
કેસની વિગત શહેરમાં વર્ષ 2004માં રાજકોટ મ્યુનિસિપલ કમિશનર (rajkot municipal commissioner office) મુકેશ કુમારની ઓફિસમાં રાજનેતાઓ સાથે લોકો પણ પાણીની રજૂઆત કરવા પહોંચ્યા હતા. તે દરમિયાન અહીં તોડફોડની (municipal commissioner office vandalism) ઘટના થઈ હતી. ત્યારે આ કેસ કોર્ટમાં ચાલતો હતો. તો હવે 18 વર્ષે કોર્ટે (Rajkot Court Acquitted accused) આ કેસના 13 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે.
3 આરોપી મૃત્યુ પામ્યા રાજકોટના વિજિલન્સ ડિપાર્ટમેન્ટના (Rajkot Vigilance Department) PI જાડેજાએ આ બાબતે શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં (rajkot a division police station) 13 લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. ત્યારબાદ કોર્ટ કાર્યવાહી શરૂ થઈ હતી. ત્યારે 18 વર્ષ બાદ કોર્ટે આરોપી ઈન્દ્રનિલ રાજ્યગુરુ (indranil rajguru), જસવંતસિંહ ભટ્ટી અને નીતિન નથવાણી સહિત અન્ય 10 આરોપીઓને નિર્દોષ છોડી (Rajkot Court Acquitted accused) દીધા છે. તો આ કેસના 3 આરોપીઓના મૃત્યુ થઈ ગયા છે.