ETV Bharat / city

Rajkot Corona Infect Doctors: રાજકોટમાં 30 ડોક્ટર અને 25 નર્સિંગ સ્ટાફ કોરોના પોઝિટિવ - રાજકોટમાં 30 ડોક્ટર કોરોના પોઝિટિવ

રાજકોટમાં 30 જેટલા ડોક્ટર (Rajkot Corona Infect Doctors) અને 25 જેટલા નર્સિંગ સ્ટાફ કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.

Rajkot Corona Infect Doctors: રાજકોટમાં 30 ડોક્ટર અને 25 નર્સિંગ સ્ટાફ કોરોના પોઝિટિવ

author img

By

Published : Jan 7, 2022, 10:33 PM IST

રાજકોટઃ રાજકોટમાં ત્રીજી લહેર (Third Wave in Rajkot)ની શરૂઆતમાં જ 30 જેટલા ડોક્ટર (Rajkot Corona Infect Doctors) અને 25 જેટલા નર્સિંગ સ્ટાફ કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.

ત્રણ દિવસથી 100ની આસપાસ કેસ

રાજકોટમાં હાલ છેલ્લા બે ત્રણ દિવસથી 100ની આસપાસ કોરોના પોઝિટિવ (Corona positive in Rajkot) કેસ નોંધાઇ રહ્યા છે. હવે 30 જેટલા ડોક્ટરો કોરોના પોઝિટિવ આવતા હાહાકાર મચી જવા પામ્યો છે. આ 30માંથી મોટાભાગના ડોક્ટરો પોતાના ઘરે જ હોમ ક્વોરંટાઇન છે. જ્યારે 5 જેટલા ડોક્ટરોને તાવનું પ્રમાણ વધુ હોવાથી તેઓ વિવિધ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. માત્ર બે ત્રણ દિવસની અંદર જ આ 30 જેટલા ડોક્ટર કોરોના પોઝિટિવ આવ્યા છે.

5 ડોક્ટરોના ફિવરનું પ્રમાણ વધુ

રાજકોટમાં 30 જેટલા ડોક્ટર કોરોના પોઝિટિવ આવ્યા છે. આ તમામ ડોક્ટરો ખાનગી અને કોર્પોરેટ જેવી હોસ્પિટલો સાથે સંકળાયેલા છે. જ્યારે 25 જેટલા નર્સિંગ સ્ટાફ પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમાંથી 5 જેટલા ડોક્ટરોને ફિવરનું પ્રમાણ વધુ હોવાના કારણે તેઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. બાકીના તમામ ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ હોમ ક્વોરાંટાઇન છે. આ વાતના રાજકોટ IMA પ્રમુખ ડો. પ્રફુલ કમાણીએ પુષ્ટિ કરી છે.

સામાજિક ધાર્મિક કાર્યક્રમોમાં ચેપ લાગ્યો હોવાની શંકા

રાજકોટમાં 30 જેટલા ડોક્ટર અને 25 જેટલા નર્સિંગ સ્ટાફને કોરોના પોઝિટિવ આવતા હાહાકાર મચી જવા પામ્યો છે. જ્યારે આ તમામ લોકોને સામાજિક કે ધાર્મિક અથવા વધુ ભીડવાળી જગ્યાએથી કોરોનાનું સંક્રમણ થયું હોવાની શંકા છે. જ્યારે હાલમાં કોરોનાના દર્દીઓની હોસ્પિટલમાં સંખ્યા ઓછી હોય જેના કારણે આ પ્રકરની શંકા સેવાઇ રહી છે. જો કે, ડોક્ટરોને કોરોના પોઝિટિવ આવતા રાજકોટ વહીવટી તંત્ર (Rajkot Municipal Corporation) પણ ચિંતામાં મુકાયું છે.

આ પણ વાંચો:

Third wave in Gujarat: નાણા પ્રધાને કહ્યું રાજ્યમાં લોકડાઉનની જરૂર પડશે નહીં

Corona Guideline 2022: ગુજરાતમાં ફરી લાગ્યા આ નિયંત્રણો, જાણો રાત્રી કર્ફ્યુમાં કેવી છૂટ આપાઈ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.