- રાજકોટ ગ્રાહક સુરક્ષા મંડળે કોવિડના વીમામાં અપાવ્યું વળતર
- અત્યાર સુધીમાં ઘણા લોકોની કરી છે મદદ
- રાજકોટ ગ્રાહક સુરક્ષા મંડળ ગ્રાહકોને વળતર અપાવવામાં અગ્રેસર
રાજકોટ : જિલ્લામાં રાજકોટ ગ્રાહક સુરક્ષા મંડળ છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત છે, ત્યારે ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા જે પણ ગ્રાહકો સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી થતી હોય છે. તેવા ગ્રાહકોને વળતર અપાવવાનું કાર્ય કરે છે અને આ કાર્ય માટે ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા નિઃશુલ્ક કરવામાં આવે છે. અત્યાર સુધીમાં ઘણા બધા લોકોને રાજકોટ ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા વળતર તેમજ રોકડા રૂપિયા અપાવ્યા છે. જ્યારે રાજકોટ ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા વધુમાં વધુ ગ્રાહકો જાગૃત થાય તે માટે અલગ-અલગ જનજાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવે છે. રાજકોટમાં વર્ષોથી આ સંસ્થા કાર્યરત છે અને રાજકોટમાં ગ્રાહકોને વળતર અપાવવામાં અગ્રિમતા ધરાવે છે.
આ પણ વાંચો - ગ્રાહક ફરિયાદ નિવારણ કોર્ટમાં 1990થી આજદિન સુધી ગુજરાતમાં 2 લાખથી વધુ ફરિયાદ
કોવિડનો 47,000નો વીમો પરત અપાવ્યો
રાજકોટમાં રહેતા રજનીકાંત રૈયાણીની પત્નીને કોરોના થયો હતો. જેની સારવાર તેમને પોતાના ઘરે જ લીધી હતી અને હોમ આઇસોલેટ થયા હતા. ત્યારબાદ તેમની પત્નીની તબિયત સુધરતા રજનીકાંતે વીમા કંપની પાસેથી લીધો હતો, તે કંપની પાસે આ સારવાર અંગેનું વળતર માંગ્યું હતું. જો કે કંપનીના અધિકારીઓ કંઈકને કંઈક બહાને રૂપિયા આપતા ન હતા. જે કારણે રજનીકાંતભાઈએ ગ્રાહક સુરક્ષા મંડળ પાસે ગયા હતા. જે દરમિયાન ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા અંદાજીત 3 મહિનામાં રજનીકાંતને વીમા કંપની પાસેથી વળતર પરત કરાવ્યું હતું.
આ પણ વાંચો - ગ્રાહક શક્તિશાળી છે – ગ્રાહક સુરક્ષા દિન નિમિત્તે વિશેષ સંદેશ
વોશિંગ મશીનને બદલે 30 હજાર અપાવ્યા
રાજકોટમાં રહેતા શીતલ રાજાનીએ નવું એલજી કંપનીનું વોશિંગ મશીન લીધુ હતું, પરંતુ તેમાં કંઈક ખામી આવતા કંપનીના કર્મચારીઓ રિપેરિંગ કરવા માટે આવ્યા હતા, પરંતુ મશીન પહેલા જેવું નવું રહ્યું નહીં. જે કારણે શીતલે ગ્રાહક સુરક્ષાની મદદ લીધી હતી અને ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા માત્ર 15 દિવસમાં વોશિંગ મશીનના બદલામાં રૂપિયા 30,000 પરત અપાવ્યા હતા.
આ પણ વાંચો - આજે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ - ગ્રાહક તરીકે જાણો તમારા અધિકારો
સામાન્ય ભાષામાં એક લાગતા મિસબ્રાન્ડેડ અને સબસ્ટાન્ડર્ડ શબ્દો વચ્ચે કાયદાકીય પરિભાષામાં મોટો અંતર છે. જે વસ્તુઓના ઉપભોગથી શારીરિક નુકસાન થાય તેવી શક્યતાઓ હોય તેને ઇન્જેરિયસ ટૂ હેલ્થ કહેવાય છે. જેની ફરિયાદ કન્ઝ્યુમર કોર્ટમાં થાય છે. જ્યારે બીજી તરફ જે વસ્તુઓના ઉપયોગથી શારીરિક નુકસાન ન થાય, પરંતુ નક્કી કરાયેલી ગુણવત્તાથી ઓછી ગુણવત્તા ધરાવતી વસ્તુને સબસ્ટાન્ડર્ડ કહેવાય છે. સબસ્ટાન્ડર્ડ વસ્તુઓની ફરિયાદ કલેક્ટરને કરી શકાય છે.
આ પણ વાંચો - કન્ઝ્યૂમર પ્રોટેક્શન ઇ-કોમર્સ રૂલ્સ (ગ્રાહક સુરક્ષા ઇ-કોમર્સ નિયમો), 2020
શું છે કાયદામાં સજાની જોગવાઈ?
ઇન્જેરિયસ ટૂ હેલ્થ હોય તેવી વસ્તુઓનું ગ્રાહકને વેચાણ કરતા ગુનાની ગંભીરતા મુજબ 3 મહિનાથી 7 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. જ્યારે સબસ્ટાન્ડર્ડ કે મિસ્બ્રાન્ડેડ વસ્તુનોનું વેચાણ કરતા રૂપિયા 5 હજારથી 5 લાખ સુધીના દંડની જોગવાઈ છે.
આ પણ વાંચો - ગ્રાહક સંબધિત ફરિયાદોમાં ન્યાય અપાવે છે ગ્રાહક તકરાર નિવારણ ફોરમ
ભેળસેળયુક્ત વસ્તુઓના ઉપયોગથી કેન્સર થવાની શક્યતા
25 વર્ષથી માનપમાં ફૂડ એનાલિસ્ટ તરીકે સેવા આપી ચૂકેલા અતુલ સોનીનું કહેવું છે કે, નફાના લોભમાં વેપારીઓ ગ્રાહકોના આરોગ્ય સાથે પણ ચેડાં કરી શકે છે. રાઇ જેવી સામાન્ય વસ્તુમાં પણ ચારકોલની મિલાવટ જોવા મળતી હોય છે. કે જ્યાં રાઇને વધુ ચમકતી બતાવવા માટે અંદર કોલસાની ભૂકી નાંખવામાં આવે છે. મરચાની ભૂકીમાં હાનિકારક રંગની ભેળસેળ અથવા તો દૂધને બદલે સિન્થેટિક દૂધ ગ્રાહકને આપવામાં આવે છે. આવા તમામ ઉત્પાદનોના સેવનથી કેન્સર જેવી બીમારી થઈ શકે છે.
આ પણ વાંચો - ગ્રાહક સુરક્ષા ફોરમે કર્યો ન્યાય, 5 વર્ષ બાદ બગેડેલો ફોન રિપેર, બદલી કે પૈસા પરત કરે લેનોવો
ખાદ્ય પદાર્થમાં સસ્તું ન જોવું જોઈએ
અતુલ સોનીએ ETV BHARATના માધ્યમથી ગ્રાહકોને સંદેશો પાઠવતા જણાવ્યું હતું કે, ખાદ્ય વસ્તુઓની ખરીદી સમયે સસ્તી વસ્તુઓની ખરીદી ટાળવી જોઈએ અને ચોક્કસ નમૂનાવાળું લેબલિંગ હોય, તેવી જ વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ.
આ પણ વાંચો - રાષ્ટ્રીય ગ્રાહક દિવસ - 2020 - " સતત ટકી રહેલો ગ્રાહક"
1983માં પ્રથમ વખત ઉજવાયો હતો આંતરરાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ
વિશ્વમાં પ્રથમ વખત અમેરિકાના રાષ્ટ્રપતિ જ્હોન એફ કેનેડીએ આંતરરાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી કરી હતી. કેનેડીએ પોતાના ભાષણમાં પ્રથમ વખત ગ્રાહકોના અધિકારોને લઇને વ્યાખ્યા કરી હતી. ત્યાર બાદથી 15 માર્ચના રોજ વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવે છે.
આ પણ વાંચો - જાણો, ગુજરાતના એક એવા ગામ વિશે જ્યાં ચાર મહિનાથી ગ્રાહક સુરક્ષા અદાલત જ બંધ છે
ગ્રાહકોના અધિકારો માટે શું છે કાયદામાં જોગવાઇ?
ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986નો કાયદો ગ્રાહકને પોતાના અધિકારોનો ઉપયોગ કરવા સંરક્ષણ આપે છે. આ ઉપરાંત રાષ્ટ્રીય કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને જિલ્લા કક્ષાએ ત્રી સ્તરીય કમિશનની રચના કરવામાં આવી છે. જેથી ગ્રાહકની ફરિયાદોનો ઝડપથી નિકાલ આવી શકે છે.
આ પણ વાંચો - પાટણમાં રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી કરાઈ
આ પણ વાંચો - ગ્રાહક સુરક્ષા કાયદાથી લોકોને થયેલા ફાયદા
આ પણ વાંચો - આજે સમગ્ર વિશ્વમાં ગ્રાહક સુરક્ષા દિવસની ઉજવણી થઈ રહી છે