- આવકીકાલે મહાનગરપાલિની મતગણતરી
- રાજકોટ કોંગ્રેસે કર્યો આક્ષેપ
- વિવિધ સ્ટ્રોંગરૂમની બહાર નમો વાઈફાઈ
રાજકોટઃ રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી ગઈકાલે રવિવારે યોજાયા બાદ હાલ તમામ EVM સ્ટ્રોંગરૂમ ખાતે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રાખવામાં આવ્યાં છે, ત્યારે આવતીકાલે મંગળવારે 293 ઉમેદવારોનો ભાવિનો ફેંસલો થશે, પરંતુ સ્ટ્રોંગરૂમ ખાતે હાલ NAMO નામનું વાઇફાઇ પકડાતું હોવાનો શહેર કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. જેને લઇને કોંગ્રેસના આગેવાનો દ્વારા ચૂંટણી અધિકારીને આ સમગ્ર મામલે રજૂઆત પણ કરવામાં આવી હતી. તેમજ તાત્કાલિક રૂમ ખાતે ઝામર લગાડવાની માંગણી પણ તેમણે ઉઠાવી છે. ઉલ્લેખનીય છે કે, આવતીકાલે મંગળવારે રાજકોટમાં 6 સ્થળોએ મતગણતરી યોજાવાની છે. જે પહેલાં કોંગ્રેસ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે.
સ્ટ્રોંગરૂમ બહાર વાઇફાઇ પકડાવાનો આક્ષેપ
રાજકોટ શહેર કોંગ્રેસના મનપાના પૂર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠિયા, પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ તેમજ ગાયત્રીબા વાઘેલા સહિતના આગેવાનો દ્વારા આજે સોમવારે ચૂંટણી અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, રાજકોટના વિવિધ સ્ટ્રોંગરૂમની બહાર NAMO વાઇફાઇ કનેક્ટ થઇ રહ્યું છે, જ્યારે આ પ્રકારની ઘટનાને લઇને રૂમમાં રાખવામાં આવેલા EVM સાથે પણ ચેડા થઇ શકે છે. જેને લઇને તાત્કાલિક જ સ્ટ્રોંગરૂમની બહાર ઝામર લગાડવામાં આવે. જેને લઇને રૂમની બહારથી EVMમાં કોઈપણ જાતના ચેડા થઈ શકે નહીં.