રાજકોટઃ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના (Gujarat Assembly Election 2022) પડઘમ વાગવા લાગ્યા છે. રાજકીય પાર્ટીઓએ તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. ત્યારે રાજકોટમાં આજે ભાજપ ઈલેક્શન મોડમાં (Rajkot BJP on Election Mode) જોવા મળ્યું છે.
બેઠકમાં આ મુદ્દે થઈ ચર્ચા - રાજકોટ શહેરના કાર્યાલય ખાતે સૌરાષ્ટ્ર ઝોનની બેઠકનું (Rajkot BJP Meeting) આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર, પ્રદેશ મહામંત્રી રજની પટેલ, વિનોદ ચાવડા હાજર રહ્યા હતા. આ બેઠકમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ, રોડ શૉ અને બેઠકોને લઈને રોડ મેપ તૈયાર કરવા (Rajkot BJP Election Preparation)) અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ પણ વાંચો- Hat Politics: પીએમ મોદીના માથે શોભિત કેસરી રંગની ટોપી આજે દેશભરમાં ચર્ચાનો વિષય, જાણો ક્યાં થઈ હતી તૈયાર
સૌરાષ્ટ્રના 11 જિલ્લાના પ્રમુખ અને પ્રભારી હાજર રહ્યા - ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલી સૌરાષ્ટ્ર ઝોનની બેઠકમાં સૌરાષ્ટ્રના 11 જિલ્લાના પ્રમુખ અને પ્રભારી હાજર રહ્યા હતા. આ બેઠકમાં સૌરાષ્ટ્રના ભાજપ આગેવાનોને ચૂંટણી પહેલા બૂથ મજબૂત કરવાનો આદેશ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. તેમ જ વડાપ્રધાન દ્વારા આપવામાં આવેલું હોમવર્ક કેટલું થયું તેની માહિતી મેળવવામાં આવી હતી. 43 અપેક્ષિત લોકોને જ બેઠકમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.
આ પણ વાંચો- CR Patil Birthday Gift : પેનથી લઈને ચાંદીના મોમેન્ટો સુધીની ગિફ્ટ મળી, જાણો શું કરશે આ ઉપહારનું
સંગઠનના કાર્યક્રમો મોટા પાયે યોજાશેઃ વિનોદ ચાવડા - રાજકોટ શહેરના પ્રભારી સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે, તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 2 દિવસીય કાર્યક્રમ ગુજરાતમાં યોજાયો હતો.આગામી દિવસોમાં પણ જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે સંગઠનના તેમ જ સરકારના કાર્યક્રમો મોટા પાયે યોજાશે. ત્યારે કાર્યક્રમો યોજાય તે પૂર્વે જ તમામ શહેર અને જિલ્લાના પ્રભારીઓ અને પ્રમુખો સાથે ચર્ચાવિચારણા કરવા આજ રોજ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
ભાજપનો કાર્યકર્તા હંમેશા સજ્જ હોય છે - આ અંગે બેઠક પહેલા રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર ઝોનની આ બેઠકમાં 15 મહાનગર અને જિલ્લા અપેક્ષિત હતા. અહીં રાજકોટ, જામનગર, જૂનાગઢ, મોરબી, ભાવનગર, અમરેલી, પોરબંદર, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાના પ્રમુખ અને પ્રભારી હાજર રહ્યા હતા. કુલ 43 લોકો અપેક્ષિત છે. તેની બેઠક યોજાઈ હતી. ચૂંટણીઓ તો આવતી જ હોય છે, પરંતુ ભાજપનો કાર્યકર્તા સજ્જ જ હોય છે. સી.આર. પાટીલે પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી છે ત્યારપછી પેજ પ્રમુખ સમિતિનું કામ પૂરું થઇ ગયું છે.