ETV Bharat / city

રાજકોટ AIIMSના તબીબી વિદ્યાર્થીઓએ કોરોનાની રસી લીધી - કોરોના વોરિયર્સ

રાજકોટ જિલ્લામાં કોરોનાની રસીકરણની કામગીરી અવિરત ચાલી રહી છે. રાજકોટની સિવિલ હોસ્પિટલના રસીકરણ સેન્ટરમાં ફ્રન્ટલાઇન કોરોના વોરિયર તેમજ 45 વર્ષથી ઉપરના ગંભીર બીમારી ધરાવતાં લોકોને શિડ્યુલ અને રજિસ્ટ્રેશન મુજબ રસી આપવામાં આવી રહી છે. આજે રાજકોટ AIIMSના તબીબી વિદ્યાર્થીઓને પણ કોરાનાની રસી આપવામાં આવી હતી.

રાજકોટ AIIMSના તબીબી વિદ્યાર્થીઓએ કોરોનાની રસી લીધી

author img

By

Published : Mar 16, 2021, 4:14 PM IST

  • રાજકોટ AIIMSના તબીબી વિદ્યાર્થીઓએ લીધી કોરાનાની રસી
  • રસીકરણ કેન્દ્ર પર બપોર સુધીમાં 150 લોકોને અપાઈ રસી
  • ગભરાયા વગર રસી લોઃ તબીબી વિદ્યાર્થિની

રાજકોટ: રાજકોટ સિવિલ હોસ્પિટલના રસીકરણ કેન્દ્ર ખાતે આજે બપોર સુધીમાં અંદાજે 150 લોકોને કોરોનાની રસી તાલીમબદ્ધ સ્ટાફ દ્વારા આપવામાં આવી હતી. આ કામગીરી 16 જાન્યુઆરીથી કરવામાં આવી રહી છે. રાજકોટ AIIMSના તબીબી વિદ્યાર્થીઓએ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રસીકરણ વિભાગમાં સ્ટાફની કામગીરીને આવકારી હતી. વિદ્યાર્થીઓએ રસીકરણ અંગે પ્રતિભાવ પણ આપ્યો હતો. કેરળની વિદ્યાર્થિની ટી. વિષ્નુપ્રિયાએ પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે કોરાનાની રસીની આડઅસર થતી નથી. લોકોએ ગભરાયા વગર રસી લેવી જોઇએ. તેમણે જયાં સુધી કોરોના છે ત્યાં સુધી માસ્ક પહેરવા તેમજ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરી હતી. સિવિલ હોસ્પિટલના રસીકરણ કેન્દ્રમાં 45 વર્ષથી વધુ ઉંમરના કોમોર્બિડ બીમારીવાળા અને સિનિયર સિટીઝન લોકોને પણ રસી આપવામાં આવે છે.

વિદ્યાર્થીઓએ રસીકરણ અંગે પ્રતિભાવ પણ આપ્યો હતો

આ પણ વાંચોઃ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં મેડિકલ સ્ટુડન્ટ કોરોના પોઝિટિવ આવ્યો

માજી સૈનિક ચુનીલાલ શામજીભાઇ ત્રાડાએ લીધી રસી

માજી સૈનિક ચુનીલાલ શામજીભાઇ ત્રાડાએ કોરોનાની રસી લઇને જણાવ્યું હતું કે, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રસીકરણ માટે સારીમાં સારી વ્યવસ્થા છે. ઓબ્ઝર્વેશન રૂમમાં યોગ્ય સંભાળ રાખવામાં આવે છે. રસીકરણથી થતી સામાન્ય અસર અંગે પણ સમજણ આપવામાં આવે છે. તેઓએ ગભરાયા વગર રજિસ્ટ્રેશન પ્રમાણે વારો આવે તેમ લોકોએ રસી લેવી જોઇએ તેમ જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.