- મહિલા કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ
- મહિલાઓએ રસ્તા પર રોટલા અને શાક બનાવ્યા
- ગેસ સિલિન્ડરમાં ભાવ વધારો આવતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
રાજકોટઃ મહિલા કોંગ્રેસ દ્વારા મોંઘવારી મુદ્દે રસ્તા ઉપર રોટલા ઘડીને વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગી મહિલાઓએ રસ્તા વચ્ચે ચુલો સળગાવી રોટલા ઘડી અને શાક બનાવી વિરોધ કર્યો હતો.
- મહિલાઓએ ભાજપ વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યા
આ ઉપરાંત મહિલાઓએ ‘હાય રે ભાજપ હાય હાય’નાા સુત્રોચ્ચાર પણ કર્યા હતા. ગેસ સિલિન્ડરમાં ભાવ વધારો આવતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. જેને લઈને મોંઘવારીનો વિરોધ કરવામા આવ્યો હતો. રાજકોટ કોંગ્રેસની મહિલાઓએ રૂડા ઓફિસ નજીક એકત્ર થઈ હતી. મહિલાઓએ ચૂલા પર રોટલા અને શાક બનાવી ભાજપ સરકાર વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. આટલું જ નહીં મહિલાઓએ બેનર સાથે પણ વિરોધ નોંધાવ્યો હતો.
- પોલીસે કરી અટકાયત
શહેરમાં કોંગ્રેસની મહિલાઓ રસ્તા પર બેનરો સાથે ઉમટી પડી હતી. જેમાં મહિલાઓના વિરોધથી પોલીસ દોડી આવી હતી અને તમામ કૉંગ્રેસ મહિલાઓની અટકાયત કરવામાં આવી હતી.