ETV Bharat / city

Protest of Inflation: એ દિવસ દૂર નથી કે લોકોએ સાઈકલ લઈને જવું પડશે, રાજકોટમાં મહિલા કોંગ્રેસે મોંઘવારીનો વિરોધ કર્યો

દેશમાં કોરોના બાદ ડગલેને પગલે મોંઘવારી વધી રહી છે. ત્યારે મધ્યમ વર્ગ અને સામાન્ય વર્ગના લોકોનું આર્થિક બજેટ ખોરવાયું છે. પેટ્રોલ-ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. તેની સામે રાંધણ ગેસ અને ખાદ્ય તેલના ભાવમાં પણ એકાએક વધારો જોવા મળી રહ્યો છે. આને જોતા રાજકોટમાં મહિલા કોંગ્રેસે મોંઘવારીનો અનોખો વિરોધ (Protest of Inflation) કર્યો હતો. મહિલાઓએ સાઈકલ, શાકભાજી, તેલના ડબ્બા સાથે મોંઘવારી મુદ્દે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આ ઉપરાંત ઉગ્ર સૂત્રોચ્ચાર પણ કર્યો હતો.

Protest of Inflation: એ દિવસ દૂર નથી કે લોકોએ સાઈકલ લઈને જવું પડશે, રાજકોટમાં મહિલા કોંગ્રેસે મોંઘવારીનો વિરોધ કર્યો
Protest of Inflation: એ દિવસ દૂર નથી કે લોકોએ સાઈકલ લઈને જવું પડશે, રાજકોટમાં મહિલા કોંગ્રેસે મોંઘવારીનો વિરોધ કર્યો
author img

By

Published : Jun 24, 2021, 11:29 AM IST

  • રાજકોટમાં મહિલા કોંગ્રેસે મોંઘવારી (Protest of Inflation)નો વિરોધ કર્યો
  • મહિલા કોંગ્રેસના કાર્યકર્તાઓએ શાકભાજીનો હાર ગળામાં પહેરી વિરોધ દર્શાવ્યો
    150 ફૂટ રીંગ રોડ પર આવેલા બાબાસાહેહ આંબેડકર ચોક નજીક કરાયો વિરોધ

રાજકોટઃ શહેરના 150 ફૂટ રીંગ રોડ ઉપર આવેલા ડો. બાબાસાહેબ આંબેડકર ચોક નજીક રાજકોટ મહિલા કોંગ્રેસ (Rajkot City Congress Women) દ્વારા મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન (Protest of Inflation) યોજવામાં આવ્યું હતું, જેમાં શહેર મહિલા પ્રમુખ મનીષા વાળા સહિત મહિલા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી હતી. જ્યારે શાકભાજીના ભાવ વધતા હોવાના કારણે મહિલા કોંગ્રેસ દ્વારા ડુંગળી ભીંડા જેવા શાકભાજીના હાર બનાવીને ગળામાં પહેરીને આ ભાવ વધારાનો પ્રતીકાત્મક વિરોધ નોંધાવ્યો હતો.

રાજકોટમાં મહિલા કોંગ્રેસે મોંઘવારી (Protest of Inflation)નો વિરોધ કર્યો

આ પણ વાંચોઃ Inflation news : ભરૂચમાં મહિલા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શનપેટ્રોલ-ડીઝલ અને ખાદ્ય તેલના ભાવ વધતા કોંગ્રેસે ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કર્યો

દેશમાં દરરોજ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો (Rise in petrol-diesel prices) થઈ રહ્યો છે, જેને લઈને દરરોજ વાહનો લઈને અપડાઉન કરતા લોકોનું બજેટ ખોરવાયું છે. જ્યારે ખાદ્ય તેલના ભાવમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે મોંઘવારીને મધ્યમ અને ગરીબ વર્ગના હાલ મુશ્કેલીમાં મૂકાયો છે. આ અંગે રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, જેમાં ભાજપ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. તેમ જ તેલના ડબ્બા અને સાઈકલ સાથે આ વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. મોંઘવારીએ માઝા મૂકી હોય જેને લઈને કોંગ્રેસની મહિલા કાર્યકર્તાઓ મોંઘવારી મુદ્દે રસ્તા ઉપર ઉતરી હતી.

મહિલા કોંગ્રેસના કાર્યકર્તાઓએ શાકભાજીનો હાર ગળામાં પહેરી વિરોધ દર્શાવ્યો

આ પણ વાંચોઃ કોંગ્રેસે ગેસ, પેટ્રોલ અને ડીઝલના ભાવવધારાને લઇ ઉંટગાડી કાઢી રેલી યોજી
ભાવ વધારા મુદ્દે સરકારના આંખ આડાકાન: મહિલા કોંગ્રેસ

રાજકોટ શહેર કોંગ્રેસ મહિલા (Rajkot City Congress Women)ના પ્રમુખ મનીષા વાળાએ મોંઘવારી મુદ્દે કરેલા વિરોધ પ્રદર્શન અંગે જણાવ્યું હતું કે, દેશમાં ડગલેને પગલે પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યા છે. જ્યારે ખાદ્ય તેલના ભાવ પણ વધી રહ્યા છે. એક તરફ શાળાઓ બંધ છે પરંતુ શાળા સંચાલકો દ્વારા ફી ઉઘરાણી કરવામાં આવી રહી છે. હવે એ દિવસ દૂર નથી કે લોકોએ સાઈકલ લઈને ફરવું પડશે. ત્યારે હાલ ગૃહિણીઓને ઘર ચલાવવું ખૂબ મુશ્કેલ બન્યું છે. જેને લઈને આ વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું છે, પરંતુ ભાજપ સરકાર ભાવવધારા મુદ્દે ક્યાંક આંખ આડા કાન કરી રહી છે. જ્યારે સરકારે ખરેખરમાં આ તમામ બાબતોમાં ધ્યાન દેવું જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.