રાજકોટમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું ટૂંકું રોકાણ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પણ ખાસ વોર્ડ ઉભો કરવામાં આવ્યો
રાષ્ટ્રપતિના આગમનને લઈને પોલીસ અને વહીવટી તંત્ર સજજ
રાજકોટમાં રાષ્ટ્રપતિના ટૂંકા રોકાણને લઈ પોલીસ તંત્ર સજ્જ રાજકોટઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવતી કાલે દિવના પ્રવાસે છે. ત્યારે રાજકોટમાં તેઓ 10 મિનિટ જેટલું ટૂંકું રોકાણ રાજકોટમાં કરવાના છે.રાજકોટમાં રાષ્ટ્રપતિના આગમનને લઇને હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.તેમજ રાજકોટ આખાને કિલ્લેબંધી કરવામાં આવી છે. રાજકોટમાં ટૂંકુ રોકાણ કર્યા બાદ રામનાથ કોવિંદ દિવ જવા માટે રવાના થનાર છે.રાજકોટમાં રાષ્ટ્રપતિના આગમનને લઈને પોલીસ અને વહીવટી તંત્ર પણ તૈયારીઓમાં લાગ્યું છે.રાજકોટ પોલીસ છાવણીમાં ફેરવાયું રાષ્ટ્રપતિ રાજકોટમાં કરશે ટૂંકું રોકાણરાજકોટ પોલીસ છાવણીમાં ફેરવાયું રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેમના ધર્મપત્ની સાથે આવતીકાલથી 28 તારીખ સુધી દિવના પ્રવાસે છે. આવતીકાલે રાજકોટ થઈને દિવ જવાના છે. રાજકોટમાં 10 મિનિટ જેટલું ટૂંકુ રોકાણ રાષ્ટ્રપતિ કરવાનામાં છે. જેના માટે રાજકોટ એરપોર્ટથી સર્કિટ હાઉસ સુધી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.આજે પણ પોલીસ તંત્ર દ્વારા રાષ્ટ્રપતિના આગમનને લઈને રિહર્સલ કરવામાં આવ્યું હતું.રાજકોટમાં રાષ્ટ્રપતિ સાથે અંદાજીત 50 લોકોથી વધુનો કાફલો પણ આવનાર છે.કર્મચારીઓના RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યાકોરોનાની મહામારી વચ્ચે દેશના મહામહિમ રાજકોટ ખાતે આવનાર છે. જેને લઈને તેમના બંદોબસ્ત તેમજ અન્ય કામગીરીમાં જોડાનાર તમામ કર્મચારીઓના RTPCR ટેસ્ટ પણ આરોગ્યતંત્ર દ્વારા કરી લેવામાં આવ્યા છે. તેમજ કોઈપણ ઇમરજન્સી માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પણ ખાસ વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ 12 વાગ્યાની આસપાસ આવતીકાલે રાજકોટ એરપોર્ટ ખાતે ઉતરશે. તેમજ અહીં ટૂંકુ રોકાણ કર્યા બાદ હેલિકોપ્ટરથી દીવ જવા રવાના થશે. દીવમાં 28 તારીખ સુધી તેઓ અલગ-અલગ કાર્યક્રમમાં હાજરી આપશે.આ પણ વાંચો :