- બોગસ કોલ લેટરનાં આધારે રેલ્વેમાં નોકરી આપવાની લાલચ આપી
- રેલ્વેમાં કલાર્ક તરીકે 15 લાખમાં નોકરી આપવાની લાલચ આપતો
- પોલીસ તપાસમાં 6 સખ્શોની સંડોવણી હોવાથી પોલીસે ધરપકડ કરી
રાજકોટ : બોગસ કોલ લેટરનાં આધારે રેલ્વેમાં નોકરી આપવાની લાલચ આપી તગડી રકમ વસુલ કરવામાં આવી છે. જેના આધારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોપવામાં આવી હતી. પોલીસ તપાસમાં રાજકોટમાં આરોપી શૈલેષ દલસાણીયા બેરોજગાર યુવાનોના વાલીઓનો સંપર્ક કરીને રેલ્વેમાં કલાર્ક તરીકે 15 લાખમાં નોકરી આપવાની લાલચ આપતો હતો. જેની પોલીસે અટકાયત કરી હતી. તપાસ કરતા બોગસ કોલ લેટર આધારે લખનઉમાં તાલીમ કેન્દ્રમાં તાલીમ આપતા હોવાનું સામે આવ્યું હતું. હાલ પોલીસ તપાસમાં 6 સખ્શોની સંડોવણી ખુલ્લી હોવાથી પોલીસે ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો : અમદાવાદમાં નોકરીની લાલચે 3.95 લાખની છેતરપિંડી
લખનઉમાં બોગસ ટ્રેનીંગ સેન્ટર ચાલતી હોવાની માહિતી મળી
પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે મીડિયા સમક્ષ જણાવ્યુ કે, નોકરીનો કોલલેટર બોગસ હોવાનું સામે આવ્યા બાદ લખનઉમાં બોગસ ટ્રેનીંગ સેન્ટર ચાલતી હોવાની માહિતી મળી હતી. જેનાં આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ લખનઉ પહોંચી હતી અને સ્થાનિક પોલીસની મદદથી લખનઉની આલમબાગ રેલ્વે કોલોની ખાતે પડતર બિલ્ડીંગમાં બોગસ ટ્રેનીંગ સેન્ટર ચાલતું હતું. પોલીસે દરોડો કરતા 17-17 વિદ્યાર્થીઓની બે બેંચની તાલીમ ચાલુ હતી.
આ પણ વાંચો : રાજકોટમાં બે મંડળીઓ દ્વારા કરોડોની છેતરપિંડી, પોલીસ ફરિયાદ નોંધાતા કાર્યવાહી
રેલ્વે રીકૃટમેન્ટ કંટ્રોલ બોર્ડની બોગસ www.rrb.govrusults.org.in સાઇટ બનાવી
પોલીસે બોગસ નોકરી આપવાનાં આંતર રાજ્ય કૌંભાડનો પર્દાફાસ કરી 6 શખ્સોની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં ઓનલાઇન બોગસ બનાવટી રેલ્વે રીકૃટમેન્ટ કંટ્રોલ બોર્ડની www.rrb.govrusults.org.in સાઇટ બનાવી હતી. આ સાઇટમાંં ઓરીજનલ વેબસાઇટનો ડેટા કોપી કરી તેના હોમ પેજમાં RUSULTS ઉપર ક્લિક કરવાથી ઓપન થતા પેઇજમા ઉમેદવારને આપેલ રોલ નંબર નાખવાથી તેનું RUSULTS દર્શાવે છે. જેથી અનેક લોકો સાથે છેતરપિંડી થઇ હોવાનું સામે આવ્યું છે.