- રાજકોટ સહિત સુરત અને વડોદરામાં રાત્રી કરફ્યૂ
- પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
- રાજકોટમાં પોલીસ કરાવી રહી છે કરફ્યૂનું પાલન
રાજકોટઃ રાજ્યમાં દિવાળીના પર્વ બાદ એકાએક કોરોના પોઝિટિવ કેસમાં વધારો થઇ રહ્યા છે. જે કારણે રાજ્ય સરકાર દ્વારા પ્રથમ અમદાવાદમાં કરફ્યૂ જાહેર કરવામાં આવ્યું હતુ. ત્યારબાદ સુરત, વડોદરા અને રાજકોટમાં પણ રાત્રિના સમયે કરફ્યૂ જાહેર કરવામાં આવ્યું છે, એટલે કે રાતના 9 કલાકથી સવારના 6 કલાક સુધી ગુજરાતના મુખ્ય શહેરોમાં રાત્રિ કરફ્યૂ જાહેર કરવામાં આવ્યું છે. જેનો રાજકોટ પોલીસે શનિવારથી ચુસ્તપણે કરાવવાનુ શરૂ કર્યું છે. ત્યારે રાજકોટ શહેરના મુખ્ય વિસ્તારમાં એવા ત્રિકોણબાગ, ઢેબર રોડ, મક્કમ ચોક, જિલ્લા પંચાયત ચોક, ભક્તિનગર સર્કલ સહિતના ચોક પર ચુસ્તપણે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
રાત્રીના 9 કલાકથી સવારના 6 કલાક સુધી રહેશે કરફ્યૂ
રાજ્યના 4 મુખ્ય શહેર એટલે કે, અમદાવાદ, સુરત, બરોડા અને રાજકોટમાં કરફ્યૂ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે રાજકોટની વાત કરવામાં આવે, તો રાજકોટમાં પણ કોરોનાના કેસમાં વધારો થતાં રાત્રિ કરફ્યૂ લાગુ કરવામાં આવ્યું છે. જેને લઇને રાતના 9 કલાકથી સવારના 6 કલાક સુધી રાજકોટમાં સંપૂર્ણ કરફ્યૂ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે જીવન જરૂરિયાતની ચીઝ વસ્તુઓની સેવાઓ શરૂ રાખવામાં આવી છે. પોલીસ દ્વારા પણ શહેરમાં રાત્રિના 9થી સવારના 6 કલાક સુધી સતત અલગ-અલગ વિસ્તારમાં પેટ્રોલિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે.
પોલીસ કમિશનર દ્વારા રાત્રિ કરફ્યૂ અંતર્ગત બહાર પાડ્યું જાહેરનામું
રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર છે. ત્યારે રાજકોટમાં શનિવારથી જ ચુસ્તપણે રાત્રિ કરફ્યૂનો અમલ પોલીસ દ્વારા કરાવવામાં આવી રહ્યો છે. જેને લઈને રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા પણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં રાજકોટવાસીઓને કરફ્યૂનું પાલન કરવાની પણ અપીલ કરી છે.
રાજકોટ શહેરના માત્ર બાયપાસ રોડ જ શરૂ રાખવામાં આવ્યા છે
રાત્રિ કરફ્યૂ દરમિયાન રાજકોટ શહેરના માત્ર બાયપાસ રોડ જ શરૂ રાખવામાં આવ્યા છે, એટલે કે ગોંડલ ચોકડીથી ગ્રિનલેન્ડ ચોકડી, માધાપર ચોકડીથી માલીયાસણ વાળો રોડ તેમજ શહેરમાં કેસરી પુલ અને મહિલા અંડરબ્રિજ આમ મુખ્ય માર્ગો છે, તે જ શરૂ રાખવામાં આવ્યા છે. જ્યારે શહેરની અંદરના અન્ય માર્ગોને રાત્રિ દરમિયાન બંધ રાખવામાં આવ્યા છે.
આ પણ વાંચો - સુરતમાં રાત્રિના 9થી સવારના 6 કલાક સુધી કરફ્યૂ શરૂ, જુઓ વીડિયો...