- રાજકોટમાં શિવરાત્રી’ નિમિત્તે નોનવેજના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો
- નોનવેજના વેચાણ અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતુ
- નોનવેજ વેચાણ અંગેના જાહેરનામાનો ભંગ થતા પોલીસ કાર્યવાહી કરવામાં આવી
રાજકોટઃ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 11 માર્ચના રોજ ‘મહા શિવરાત્રી’ નિમિત્તે શહેરના તમામ કતલખાનાઓ બંધ રાખવા તેમજ માસ, મટન, મચ્છી અને નોનવેજનું વેચાણ કે સ્ટોર કરવા પર પ્રતિબંધ ફરમાવવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. જે જાહેરનામાનો ભંગ કરીને શહેરના એક વેપારી દ્વારા ઘરે નોનવેજ-બિરયાની-નોનવેજ બનાવી ઝોમટોની મદદ વડે ગ્રાહકને ડીલીવર કરવામાં આવ્યુ હતું. જે અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તે વેપારીને ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની પોલીસ FRIની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મનપા દ્વારા નોનવેજના વેપારી સામે કરાશે પોલીસ ફરિયાદ
મહા શિવરાત્રીના પાવન અવસરે બીલાજી બિરયાની સેન્ટરના માલિક સાયલી સાકીર ગનીભાઈ દ્વારા નોનવેજ નોનવેજ બિરયાનીનો ઓર્ડર કરાતા ગ્રાહકને ઝોમટોની મદદ વડે ડીલીવરી આપવામાં આવી હતી. જેની જાણ રાજકોટ મહાનગરપાલિકાને થતા જાહેરનામાંનો ભંગ કરવા બદલ GPSC એક્ટ 1949 અંતર્ગત તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની FRIની કાર્યવાહી કરવામાં આવી છે. જો કે, રાજકોટ મનપા કમિશ્નર દ્વારા શિવરાત્રી નિમિત્તે શહેરમાં માસ, મચ્છી અને મટન સહિતની વસ્તુઓ વચવા અને સ્ટોર કરવા પર પ્રતિબંધ ફરમાવામાં આવ્યો હતો. જેનો ભંગ થતા હવે મનપા દ્વારા પોલીસ કાર્યવાહી કરવામાં આવી હતી.