રાજકોટઃ રાજકોટમાં વધુ એક હનીટ્રેપની ઘટના સામે આવી છે. જેમાં મોરબીના બે યુવાનોને દિવ્યા ગુણવંત મકવાણા નામની મહિલાએ ફોન પર અન્ય યુવતી સાથે મિત્રતા કરવાનું ફોનમાં કહીને રાજકોટ ખાતે બોલાવ્યા હતાં. જયાં દિવ્યાનો પતિ સહિત કુલ ચાર ઈસમોએ ભેગા મળીને આ યુવાનોને માર મારીને રૂપિયા 2 લાખની માંગણી કરી હતી. જે સમગ્ર મામલે રાજકોટના કુવાડવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગણતરીની કલાકોમાં જ બે ઇસમોને ઝડપી પાડયાં હતા.
બન્ને યુવાનોને હનીટ્રેપમાં ફસાવીને માંગ્યા 2 લાખ
દિવ્યા ગુણવંત મકવાણા નામની મહિલાએ અન્ય યુવતી સાથે મિત્રતા ગોઠવી આપવાનું કહીને બન્ને યુવાનોને મોરબી ખાતેથી ફોન કરીને રાજકોટ બોલાવ્યા હતા. બન્ને યુવાનોને રાજકોટ આવતા દિવ્યા યુવતીને મળવા માટે બેડી વિસ્તારમાં લઈ ગઈ હતી. જ્યાં અગાઉથી જ પ્રિપ્લાન મુજબ દિવ્યાનો પતિ સહિત બે ઈસમોએ યુવાનોને છરી બતાવીને માર માર્યો હતો અને યુવાનના ખિસ્સામાં રહેલા રૂપિયા 6500 અને ATMમાંથી 20 હજાર ઉપડાવ્યા હતા. જ્યારે રૂપિયા 2 લાખની માંગણી કરી હતી.
એક યુવાનને પૈસાની વ્યવસ્થા કરવા છોડી મુક્યો
મોરબીથી આવેલા બન્ને યુવાનમાંથી આ ગેંગ દ્વારા બન્ને યુવાનને ઢોર માર મારવામાં આવ્યો હતો અને પોલીસમાં પકડાવી દેવાનો ડર બતાવીને એક યુવાનને ગોંધી રાખવામાં આવ્યો હતો. જ્યારે બીજા યુવાનને રૂપિયા 2 લાખની વ્યવસ્થા કરવા માટે છોડી મુક્યો હતો. જોકે આ સમગ્ર મામલે પોલીસને જાણ થતાં પોલીસે તાત્કાલીક કાર્યવાહી કરી હતી અને ગેંગના આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને યુવાનને મુક્ત કરાવ્યો હતો.
હનીટ્રેપના બે આરોપીઓ ઝડપાયા, મહિલા ફરાર
મોરબીના યુવાનોને હનીટ્રેપમાં ફસાવીને માર મારીને રૂપિયા 2 લાખની માંગણી કરનાર મહિલા સહિત ચાર ઇસમોમાંથી પોલીસે વિજય બાબુભાઇ ગરચર, ગુણવંત રાજુભાઇ મકવાણા નામના બે ઇસમોને ઝડપી પાડ્યા છે. જ્યારે ગુણવંતની પત્ની દિવ્યા મકવાણા, અશોક કોળી નામના બે ઈસમો ફરાર છે.
રાજકોટમાં હનીટ્રેપની ઘટનામાં પોલીસે બે ઇસમોની કરી ધરપકડ - રાજકોટ ન્યૂઝ
રાજકોટમાં વધુ એક હનીટ્રેપની ઘટના સામે આવી છે. જેમાં મોરબીના બે યુવાનોને દિવ્યા ગુણવંત મકવાણા નામની મહિલાએ ફોન પર અન્ય યુવતી સાથે મિત્રતા કરવાનું ફોનમાં કહીને રાજકોટ ખાતે બોલાવ્યા હતાં. જયાં દિવ્યાનો પતિ સહિત કુલ ચાર ઈસમોએ ભેગા મળીને આ યુવાનોને માર મારીને રૂપિયા 2 લાખની માંગણી કરી હતી. જે સમગ્ર મામલે રાજકોટના કુવાડવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગણતરીની કલાકોમાં જ બે ઇસમોને ઝડપી પાડયાં હતા.