રાજકોટ: ગોંડલ રાજ્યના સમયમાં ધોરાજી શહેરમાં બાંધવામાં આવ્યું ત્યારે સ્ટ્રક્ચરને અપગ્રેડ કરીને અને સુવિધાઓનું વિસ્તરણ કરીને તેને બદલવાની યોજનાઓ અસ્તિત્વમાં હતી. રોગી કલ્યાણ સમીતિની(Patient Welfare Committee) બેઠકમા ધારાસભ્ય લલિત વસોયા અને સિવિલ હોસ્પિટલના અધિક્ષક(Superintendent of Civil Hospital) જયેશ વેસેટીયન મીટીંગમા હાજર રહેલ હત અને કોન્ટ્રાક્ટર સામે આક્ષેપ કર્યા છે. ધોરાજી સિવિલ હોસ્પિટલના સમારકામમાં ગેરરીતિ(Irregularities in repairs Civil Hospital) થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેમાં લાખો રૂપિયાના ફર્નિચર સહિતનો સામાન માલ સમાન લઈ ગયો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો: હોસ્પિટલમાં ડોક્ટરોની બેદરકારીએ બાળકનો ભોગ લીધો, પરિવારનો આક્ષેપ
હોસ્પિટલ સમિતિ દ્વારા એક ખાસ પ્રકારનો ઠરાવ - કોન્ટ્રાકટર ગેર કાયદેસર કાટમાળ લઈ ગયો હોવાનો આક્ષેપ કરાઈ રહ્યો છે. આ અનેક વખત રજૂઆત કરવા છતાં સરકારી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરવામાં આવી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. આ મામલે હોસ્પિટલ સમિતિ દ્વારા એક ખાસ પ્રકારનો ઠરાવ પાસ કરવામાં આવ્યો હતો. જો કોન્ટ્રાક્ટર આગામી દસ દિવસમાં કાટમાળ પરત નહી કરે તો પી.આઈ.યુ દ્વારા તેમની સામે પોલીસ કાર્યવાહી કરવી તે અંગે ઠરાવ પાસ કરવામાં આવ્યો છે.
રોગી કલ્યાણ સમિતિનો નિર્ણય - આ બાંધકામ અને ફેરફાર માટે PIU દ્વારા કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. ધોરાજી સિવિલ હોસ્પિટલનો(Dhoraji Government Hospital) કાટમાળ પચાવી દેવામાં આવ્યો છે અથવા તો ઉબડખાબડ કરી નાખવામાં આવ્યો છે અને કોન્ટ્રાક્ટર દ્વારા કામ કરવામાં આવ્યું છે. આ બાબત ધારાસભ્ય લલિત વસોયાના ધ્યાન પર આવતા તેમણે રોગી કલ્યાણ સમિતિની બેઠકમાં આ બાબતે રજૂઆત કરી હતી. આ રજૂઆત બાદ રોગી કલ્યાણ સમિતિએ આગામી 10 દિવસમાં કોન્ટ્રાક્ટર દ્વારા કાટમાળ પરત કરવાનો નિર્ણય લીધો હતો. જો કોન્ટ્રાક્ટર 10 દિવસમાં પરત નહીં આવે તો તેની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવશે તેવો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો: નિર્માણ પહેલા જ બ્રિજના બોલ્યાં ભુક્કા, બાંધકામમાં હેરાફેરીનો આક્ષેપ
કોન્ટ્રાક્ટર કાટમાળ પરત નહીં કરે તો? - આ અંગે ધારાસભ્ય(Dhoraji MLA) લલિત વસોયાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા કેટલાક સમયથી અનેકવાર આ મુદ્દે તંત્રને રજૂઆત કરી રહ્યા છે, પરંતુ કોઈ કારણોસર તંત્ર આ રજૂઆતને ધ્યાને લઈ રહ્યું નથી, જે કોન્ટ્રાક્ટર આ પ્રકારનું કામ શા માટે કરે છે. ધારાસભ્ય લલિત વસોયાના જણાવ્યા મુજબ, જો એક દિવસમાં કાર્યવાહી નહીં થાય અને કોન્ટ્રાક્ટર કાટમાળ પરત નહીં કરે તો વિરોધ નોંધાવવાનો પણ ઠરાવમાં ઉલ્લેખ છે.