- 50 વર્ષથી ઉપરના તમામ લોકોનો સર્વે કરવામાં આવશે
- રાજકોટ મહાનગરપાલિકા આવતીકાલથી સર્વે શરૂ કરશે
- સર્વેની એક એપ્લિકેશન બનાવાશે, કામગીરી અપલોડ કરાશે
રાજકોટઃ આવતીકાલ ગુરુવારથી મહાનગરપાલિકા દ્વારા સર્વે હાથ ધરવામાં આવશે. તેમજ અગાઉ મીટિંગમાં થયેલી ચર્ચા વિચારણા અનુસંધાને 50 વર્ષથી ઉપરના તમામ લોકોનો સર્વે કરવામાં આવશે અને ડેટા બેન્ક બનવવામાં આવશે. જ્યારે 18થી 50 વર્ષની વયના કો-મોર્બિડ કન્ડિશનવાળા લોકોને કે જેમને ડાયાબિટીસ, બીપી, કેન્સર, એઈડ્સ, કિડની સંબંધી રોગ, હાર્ટ ડિસીઝ, એચઆઈવી, મેન્ટલી રિટાર્ડેડ (મનોદિવ્યાંગ) વગેરે જેવા ક્રોનિક ડિસીઝ-અસાધ્ય રોગ હોય તેવી પરિસ્થિતિવાળા વ્યક્તિઓની પણ એક યાદી તૈયાર કરવામાં આવશે. ઈલેક્શન બૂથ વાઈઝ યાદી તૈયાર કરી એક ડેટા બેન્ક તૈયાર કરવામાં આવશે.
![રાજકોટમાં કોરોના વેક્સિન પહોંચાડવા 50 વર્ષથી વધુ વયના લોકોનો કાલથી સરવે કરાશે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9818666_rmc_meeting_c_7202740.jpg)
![રાજકોટમાં કોરોના વેક્સિન પહોંચાડવા 50 વર્ષથી વધુ વયના લોકોનો કાલથી સરવે કરાશે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9818666_rmc_meeting_a_7202740.jpg)
વિવિધ અધિકારીઓ વચ્ચે અગાઉ યોજાઈ હતી બેઠક
મનપામાં વેક્સિનને લઈને ગઈકાલે 8 ડિસેમ્બરે મહા નગરપાલિકાના સેન્ટ્રલ ઝોન, કોન્ફરન્સ હોલ ખાતે મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ સહિતના WHOના કન્સલ્ટન્ટ પ્રતિનિધિ, સિવિલ હોસ્પિટલના સર્જન, પી.ડી.યુ. મેડિકલ કોલેજના સુપરિન્ટેન્ડેન્ટ, પી.એસ.એમ. ડિપાર્ટમેન્ટના એસોસી. પ્રોફેસર, નાયબ મ્યુનિસિપલ કમિશનરો, મેડિકલ ઓફિસર, નાયબ મેડીકલ ઓફિસર, આર.સી.એચ.ઓ., આઈ.એમ.એલ. અને આઈ.પી. ના પ્રતિનિધિ, પોલીસના પ્રતિનિધિ, એન.સી.સી.ના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા.