- રાજકોટમાં દર્દીઓની હાલત કફોડી, હોસ્પિટલ તંત્ર લાચાર
- રાજકોટમાં બેકાબૂ બન્યો કોરોના
- 108ની પણ જોવા મળી રહી છે અછત
રાજકોટ: જિલ્લામાં કોરોના બેકાબૂ બન્યો છે, 60થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે દર્દીઓ હોસ્પિટલમાં બેડ મેળવવા માટે વલખા મારી રહ્યા છે અને 108ની પણ અછત જોવા મળી રહી છે. રાજકોટમાં હૃદય હચમચાવી દે તેવા દ્રશ્યો જોવા મળ્યાં છે. હોસ્પિટલમાં સારવાર અર્થે જતા દર્દીઓએ સારવાર માટે સિવિલ હોસ્પિટલની ગ્રાઉન્ડમાં ખાટલો નાખી અને સારવાર લઈ રહ્યા છે તેવા દ્રશ્યો નજરે પડી રહ્યા છે.
આ પણ વાંચો : પોરબંદરમાં ખુલ્લી જગ્યામાં કોરોના ટેસ્ટ કરવામાં આવે તેવી યુથ કોંગ્રેસની માગ
સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ ગ્રાઉન્ડ ખાટલો નાંખી સારવાર લેવા મજબુર
રાજકોટમાં કોરોનાના કેસની સંખ્યામાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે હાલ દર્દીઓ ગ્રાઉન્ડમાં ખાટલો નાખી સારવાર લઈ રહ્યા છે. તો કેટલાક દર્દીઓ ઓટોરિક્ષામા સારવાર લઈ રહ્યા છે. તો કેટલાક દર્દીઓ વાહનોમાં સારવાર લેવા મજબુર પડ્યા છે, ત્યારે આવું જ એક ઘટના રાજકોટમાં સામે આવી છે. જેમાં એક દર્દી ઓક્સિજનના બાટલા સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલના ગ્રાઉન્ડમાં 108ની લાંબી કતાર હોવાથી દર્દીએ ત્યાં જ ખટલો નાંખીને સારવાર લેતા નજરે પડ્યા હતા.
આ પણ વાંચો : ખેડા જિલ્લામાં કોરોના બેકાબૂ, આજે વધુ 91 કેસ નોંધાયા
દરરોજના 60થી વધુ કોરોનાના દર્દીઓના મોત
રાજકોટમાં દરરોજ 300થી વધુ કોરોનાના પોઝિટિવ કેસ આવી રહ્યા છે. જ્યારે દરરોજ 60થી વધુ દર્દીઓને કોરોનાના કારણે મોત થયા છે. સોમવારે 67 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા હતા. જ્યારે આજે મંગળવારે પણ 66 દર્દીઓના મોત થયા છે. ત્યારે મોત અંગેનો આખરી નિર્ણય ડેથ કમિટી લેશે. જેને લઇને આરોગ્ય તંત્રમાં પણ દોડધામ જોવા મળી રહી છે.