- હાર્દિક પટેલે યાદ કરાવ્યું વિવાદી નિવેદન
- પાટીદાર એટલે ભાજપ અંગે હાર્દિકનું નિવેદન
- મનસુખભાઈએ વઘાસીયા પરિવારની મદદ કરવી જોઈએ
રાજકોટઃ કોંગ્રેસના પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ આજે રાજકોટના કોઠારીયા વિસ્તારમાં રહેતા એવીપીટીના પ્રોફેસરના પરિવારની મુલાકાત માટે આવ્યા હતાં. જ્યારે તેમને આ પ્રોફેસરના પરિવારને આર્થિક સહાય કરી હતી. એવીપીટીમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા રાકેશ વઘાસીયા કોરોના થયા બાદ છેલ્લા 4 મહિનાથી કોમામાં સરી પડ્યા છે. જ્યારે તેમના ઘરે તાજેતરમાં જ એક બાળકનો જન્મ થયો છે. તેનો પણ તેમને ખ્યાલ નથી. જ્યારે હાલમાં પ્રોફેસર કોમામાં હોવાથી તેમનો અડધો પગાર ચાલુ હતો તે પણ આ મહિના બંધ થઈ ગયો છે. જેના કારણે પરિવારની આર્થિક સ્થિતિ કથળી છે.
પાટીદાર એટલે ભાજપ અંગે આપ્યું નિવેદન
રાજકોટમાં વઘાસીયા પરિવારને મળવા આવેલા હાર્દિક પટેલે તાજેતરમાં કેન્દ્રીયઆરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયાએ ભાજપ એટલે પાટીદાર અંગે આપેલા નિવેદનને લઈને કહ્યું હતું કે કોઇ પણ પાર્ટી હોય તે દરેક સમાજને સાથે લઈને ચાલતી હોય છે. જ્યારે ગુજરાતમાં તમામ લોકોએ જ્ઞાતિ જાતિને ધર્મ ભૂલીને એક થઈને કામ કરવું જોઈએ તેવું હું માનુ છું. જ્યારે મનસુખભાઇએ પણ વઘાસીયા પરિવારની મદદ કરવી જોઈએ.
સૌરાષ્ટ્રના ખેડૂતોની હાલત ખરાબ: હાર્દિક
રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે આવેલા વેગડી ગામમાં એક ખેડૂતે આપઘાત કર્યા અંગે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના ખેડૂતોની હાલત ખૂબ જ ખરાબ છે. જ્યારે પાકવિમો ન મળવો, ટેકાના ભાવ ન મળવાના કારણે ખેડૂતોની હાલત દિવસેને દિવસે કથળી રહી છે. એવામાં સરકારની જવાબદારી બને છે કે ખેડૂતોને ન્યાય મળવો જોઈએ. જ્યારે હાર્દિક પટેલે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
હાર્દિક પટેલે વઘાસીયા પરિવારને કરી આર્થિક મદદ
કોરોના કાળમાં અનેક પરિવાર વિખાઈ ગયા છે. એવામાં રાજકોટ એવીપીટી કોલેજના પ્રોફેસર રાકેશ વઘાસીયા કોરોના થયા બાદ કોમામાં સરી પડ્યા છે. જેને લઈને તેમના પરિવાર દ્વારા સારવાર માટે દેશ વિદેશના અનેક નિષ્ણાત ડોક્ટરની સલાહ લીધી છે છતાં પણ તેમની પરિસ્થિતિમાં હજુ સુધારો નથી થયો. જ્યારે આ પ્રોફેસરના પરિવારમાંતેમની પત્ની બાળકો અને માતાપિતા છે. ત્યારે પ્રોફેસર કોમામાં જતા રહ્યા હોવાના કારણે તેમના પરિવારની આર્થિક સ્થિતિ કથળી છે. જેમની હાર્દિક પટેલ દ્વારા મુલાકાત કરવામાં આવી હતી અને આર્થિક સહાય કરાઈ હતી.
આ પણ વાંચોઃ મનસુખ માંડવિયાના નિવેદનથી પાટીદાર સમાજને ઉશ્કેરવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે: કોંગ્રેસ
આ પણ વાંચોઃ પાટીદારોનું રાજકારણ ફરીથી ચર્ચાના ચગડોળે, દરેક પક્ષ જ્ઞાતિવાદને કેમ મહત્વ આપે છે?