- રાજકોટમાં રાસાયણિક ખાતરના ભાવમાં વધારો
- ભાવ વધતા રાજકોટ કિસાન સંઘ આક્રમક
- વિવિધ ખેડૂત સંગઠનોએ રાસાયણિક ખાતરના ભાવમાં તાત્કાલિક ઘટાડો કરવાની માંગણી કરી
રાજકોટઃ તાજેતરમાં જ રાસાયણિક ખાતરના ભાવ વધતા ખેડૂતોની પરિસ્થિતિ કોરોના કાળમાં કફોડી બની છે. જેને લઈને આજે શનિવારે રાજકોટ જિલ્લા કિસાન સંઘ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તેમજ તાત્કાલિક આ ભાવ વધારો પાછો ખેંચવાની જિલ્લા કિસાન સંઘ દ્વારા માંગણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, રાસાયણિક ખાતરના ભાવમાં 58 ટકાનો વધારો કરવામાં આવતાં ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. જ્યારે અલગ- અલગ ખેડૂત સંગઠનો દ્વારા રાસાયણિક ખાતરના ભાવમાં તાત્કાલિક ઘટાડો કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : કોંગ્રેસના 10 વધુ કાર્યકર્તાની પોલીસે કરી અટકાયત
ખાતરમાં 58 ટકા જેટલો ભાવ વધારો થયો
એક તરફ કોરોનાની મહામારીના કારણે ઉદ્યોગ ધંધા બંધ છે, ત્યારે દેશની આર્થિક સ્થિતિ પણ કથળી છે. એવામાં રાસાયણિક ખાતરમાં 58 ટકા જેટલો ભાવ વધારો કરવામાં આવતાં ખેડૂતોની પરિસ્થિતિ પણ હાલ કફોડી બની છે. જ્યારે હાલ મીની લોકડાઉન હોવાથી ખેડૂતોને પોતાની જણસીના યોગ્ય પોષણક્ષમ ભાવ પણ મળી રહ્યા નથી. એવામાં 58 ટકા જેટલો રાસાયણિક ખાતરમાં ભાવ વધારો કરવામાં આવતાં હવે ખેતી કરવી પણ મોંઘી બની હોવાનું ખેડૂતો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે, ત્યારે સરકાર દ્વારા ભાવ વધારો તાત્કાલિક પાછો ખેંચવામાં આવે તેવી ખેડૂત સંગઠનોએ માંગણી કરી છે.
આ પણ વાંચો : વલસાડમાં ખેડૂત સભામાં ઓર્ગેનિક ખેતી અને રાસાયણિક ખાતર અંગે જાણકારી અપાઇ
ચૂંટણી દરમિયાન ભાવ વધારો પાછો ખેંચ્યો હતો : કિસાન સંઘ
રાજકોટ કિશાન સંઘના પ્રમુખ દિલીપ સખીયાએ અંગે આક્ષેપ કરતા જણાવ્યું છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જ્યારે રાસાયણિક ખાતરમાં ભાવ વધારો થયો હતો, ત્યારે ચૂંટણીમાં ધ્યાનમાં રાખીને આ ભાવ વધારો પાછો ખેંચવામાં આવ્યો હતો, પરંતુ અચાનક જ ચૂંટણી પૂરી થતાં 58 ટકા જેટલો હવે રાસાયણિક ખાતરમાં વધારો આવતા ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ જ કફોડી બનશે. આ સાથે જ અત્યાર સુધી કોઈ પણ ચીજ-વસ્તુમાં એકીસાથે 58 ટકા જેટલો ભાવ વધારો કરવામાં આવ્યો નથી, ત્યારે અચાનક રાસાયણિક ખાતરમાં 58 ટકા જેટલો ભાવ વધારો કરવામાં આવતાં સરકાર સામે પણ અનેક પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે.