- મ્યુકરમાઈકોસિસના સિવિલમાં 450 સહિત 900 દર્દી હાલ સારવાર લઇ રહ્યા છે
- એમ્ફોટેરીસીન બી ઇન્જેક્શન મોંઘા હોય છે
- રાજકોટમાં ગુરૂવારે કોરોનાના કેસમાં ઘટાડો થયો છે
રાજકોટઃ કોરોના બાદ હવે મ્યુકરમાઇકોસિસના કેસ બહાર આવી રહ્યા છે. ત્યારે મ્યુકરમાઈકોસિસના સિવિલમાં 450 સહિત 900 દર્દી હાલ સારવાર લઇ રહ્યા છે. રાજકોટમાં ગુરૂવારે કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. ત્યાં હવે મ્યુકરમાઈકોસિસમાં અત્યંત ચિંતાજનક ઉછાળો આવ્યો છે અને તેની સારવાર કેન્સર કરતા પણ મોંઘી પડે છે.
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં આજના દિવસે 35 દર્દીઓ નોંધાયા
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં આજના દિવસે 35 દર્દીઓ નોંધાયા હતા, તેમાંથી 24 દર્દીને દાખલ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ કોરોના થયા બાદ કોને થઈ શકે મ્યુકરમાઇકોસિસ ? જાણો તબીબોનું મંતવ્ય
સમરસ હોસ્ટેલ ખાતે એક આખો ફલોર મ્યુકરમાઈકોસિસના દર્દી માટે ફાળવવામાં આવ્યો છે
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હજુ મ્યુકરમાઈકોસિસના દર્દીની વધતી જતી સંખ્યાને લીધે રાજકોટ સિવિલમાં બેડ ફુલ થવા આવ્યા છે. ત્યારે આગોતરી તૈયારીરૂપે સમરસ હોસ્ટેલ ખાતે એક આખો ફલોર ફાળવી દેવામાં આવ્યો છે. આ અંગેની કામગીરી ચાલી રહી છે.
500 જેટલા બેડ મ્યુકરમાઈકોસિસના દર્દીઓ માટે સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયા હતા
મ્યુકરમાઇકોસિસ પોઝિટિવ આવતા સેટલ્ડ દર્દીઓને હવેથી ત્યાંથી ખસેડવામાં આવશે. કુલ ઈન્ડોર પેશન્ટની સંખ્યા 450ની આસપાસ થઈ ગઇ છે. તેથી 500 જેટલા બેડ મ્યુકરમાઈકોસિસના દર્દીઓ માટે સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયા હતા.
આ પણ વાંચોઃ અમદાવાદ બાદ વડોદરામાં મ્યુકરમાઇકોસિસનો પગપેસારો, મ્યુકરમાઇકોસિસ રોગથી એક વૃદ્ધનું મોત
મ્યુકરમાઈકોસિસના રોગની સારવાર માટે એમ્ફોટેરીસીન બી ઇન્જેક્શન વપરાય છે
મ્યુકરમાઈકોસિસના રોગની સારવાર માટે એમ્ફોટેરીસીન બી ઇન્જેક્શન વપરાય છે અને તેની તંગી પણ સર્જાઇ છે. ત્યારે તે ખાનગી હોસ્પિટલમાંથી જ મળે તેવી વ્યવસ્થા સરકારે કરવી પડી છે. આ ઈન્જેક્શન મોંઘાદાટ આવે છે અને દર્દીને કેટલું સારું થશે તે કહેવું પણ મૂશ્કેલ છે. લાંબા સમય સુધી તેનો કોર્સ ફરજીયાત કરવો પડે છે. આમ, માનસિક, શારિરીક અને આર્થિક રીતે દદી અને તેના પરિવારજનોએ દુઃખ સહન કરવું પડી રહ્યું છે.