ETV Bharat / city

રાજકોટમાં બ્રેનડેડ યુવાનના મોત બાદ અંગદાન, છ લોકોના જીવનમાં ફેલાશે પ્રકાશ - મૃત્યુ પછી અંગોનું દાન કરો

રાજકોટની ખાનગી હોસ્પિટલમાં(Private hospital Rajkot) બ્રેનડેડ જાહેર થયેલા યુવાનના પરીવારજનોએ મોત બાદ પુત્રના અંગોને દાન(Donate organs) કરવાનો નિર્ણય કર્યો હતો. આ યુવાનનું હૃદય, બે કિડની, બે આંખ અને લીવર મળીને કુલ છ અંગોનું દાન કરવામાં આવ્યું હતું. જેનાથી અનેક લોકોના જીવનમાં મોહક ખિલશે.

રાજકોટમાં બ્રેનડેડ યુવાનના મોત બાદ અંગદાન, છ લોકોના જીવનમાં ફેલાશે પ્રકાશ

author img

By

Published : Nov 25, 2021, 4:40 PM IST

  • જામનગરના એક યુવાનના અવસાન બાદ પરિવાજનોએ અંગો દાન કરવાનો નિર્ણય લીધો
  • જામનગરના દિપક ત્રિવેદી નામના યુવાને અવસાન બાદ કુલ છ અંગોનું દાન કર્યું
  • યુવાનના પિતાએ કહ્યું દિપકના અંગો જે તે વ્યક્તિના જીવનમાં દિપક જેવો પ્રકાશ ફેલાવશે

રાજકોટઃ મૂળ જામનગરમાં અને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં(Private hospital Rajkot) બ્રેનડેડ જાહેર થયેલા યુવાનના પરીવારજનોએ મોત બાદ પુત્રના અંગોને દાન(Donate organs) કરવાનો નિર્ણય કર્યો છે. જ્યારે આ બ્રેનડેડ યુવાનના મોત બાદ હૃદય, બે કિડની, બે આંખ અને લીવર મળીને કુલ છ અંગોનું દાન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદની સિમ્સ હોસ્પિટલ(Sims Hospital Ahmedabad) દ્વારા યુવાનનું હૃદય લઈ જવામાં આવ્યું છે. જ્યારે આ ધબકતું હૃદય સાડા છ મિનીટમાં એરપોર્ટ પહોંચાડ્યું હતું અને ત્યાંથી બાય એર અમદાવાદ રવાના કર્યું હતું.

ગઈકાલે યુવાનને બ્રેનડેડ જાહેર કરવામાં આવ્યો હતો

જામનગરમાં રહેતા દિપક ત્રિવેદી નામના યુવાનને ઘરે અચાનક માથું દુખવું અને ઊલટીઓ થવા લાગી હતી. ત્યારે બાદ દીપકને જામનગર અને ત્યાંથી રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં(Synergy Hospital Rajkot) દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ડૉ. દ્વારા દીપકને બ્રેનડેડ જાહેર કરવામાં આવ્યો હતો. જો કે યુવાનને બ્રેનડેડ જાહેર કરવામાં આવતા તેમના પરિવારજનો પર જાણે આભ ફાટ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. જ્યારે પરિવારજનો દ્વારા દીપકને મૃત્યુ બાદ પણ તે અન્ય લોકોમાં જીવશે તેવી આશાએ તેના અંગોનું દાન(donate organs rajkot) કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ખરેખર દીપકે પોતાના નામ જેવું જ કાર્ય કર્યું: પિતા

દિપક ત્રિવેદી નામના યુવાનના મોત બાદ તેના અંગોને દાન(donate organs after death) કરવાનો નિર્ણય પરિવારજનો દ્વારા લેવામાં આવ્યો હતો ત્યારે આ અંગે દીપકના પિતા કિશોરચંદ્રએ જણાવ્યું હતું કે, દીપક એટલે પ્રકાશ, જ્યારે દીપકે 6 લોકોને નવું જીવન આપીને તેમના જીવનમાં પ્રકાશ કર્યો છે. જ્યારે દીપકના વિવિધ અંગો બીજા લોકોના શરીરમાં પ્રત્યારોપણ કરવામાં આવશે. ત્યારે એ તમામ લોકોમાં અમને દિપક નજરે આવશે. ઓ ઉપરાંત જે તે વ્યક્તિના જીવનમાં રોશની આવશે.

યુવાનના 6 અંગોનું દાન કરવામાં આવ્યું

દિપક ત્રિવેદીનું હૃદય, બે આંખ, બે કિડની, લીવર સહિતના અંગોને દાન(organ donation gujarat) કરવામાં આવ્યા છે. જ્યારે હૃદયને ગ્રીન કોરિડોર મારફતે અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું હતું. જ્યારે બે આંખને રાજકોટ ખાતે જ દાન કરવામાં આવી છે. બે કિડની અન લીવર ઝાયડ્સ હોસ્પિટલમાં(Zyds Hospital) બાય રોડ લઈ જવામાં આવનાર છે. આમ તમામ છ અંગોનું દાન કરવામાં આવતા 6 જેટલા લોકોને નવજીવન મળશે.

આ પણ વાંચોઃ NASAએ એસ્ટરોઇડથી પૃથ્વીની સુરક્ષાને ચકાસવા માટે લોન્ચ કર્યું અવકાશયાન

આ પણ વાંચોઃ Vibrant Gujarat 2022: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે નવી દિલ્હીમાં ઉદ્યોગ સંચાલકો સાથે બેઠક યોજી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.