રાજકોટઃ હાલમાં ટેકનોલોજીના યુગમાં હવે ઓનલાઈન છેતરપિંડીના બનાવમાં વધારો (Increase in cyber crime in Rajkot) થઈ રહ્યો છે. ત્યારે આવી જ એક ઘટના રાજકોટમાં સામે આવી છે, જેમાં ડિજિટલ કરન્સી એટલે કે, ટ્રોનમાં અલગ અલગ રોકાણકારો પાસે કરાવીને તેમની (Fraud through a website called Cybertron) સાથે છેતરપિંડીના મામલામાં રાજકોટ ક્રાઈમબ્રાન્ચે 2 આરોપીની ધરપકડ (Rajkot Crime Branch arrested the accused) કરી છે. બ્રિજેશકુમાર જગદીશચંદ્ર ગડીયાલી અને કિરણકુમાર વનમાળીદાસ પંચાસરા નામના આરોપીઓ રાજકોટના એડવોકેટને ઓનલાઈન રોકાણ (Online fraud with Advocate in Rajkot) કરાવીને તેમની સાથે છેતરપિંડી કરી હતી. તો આ મામલે ક્રાઈમબ્રાન્ચે 2 આરોપીની ધરપકડ કરી છે અને હજી પણ અન્ય આરોપીઓના નામ ખૂલે તેવી શક્યતા છે. આરોપીઓ ડિજિટલ કરન્સીમાં ઓનલાઈન રોકાણના નામે લાખો રૂપિયાનું ફુલેકું ફેરવ્યું હોવાનું પણ સામે આવી રહ્યું છે.
આ પણ વાંચો-આફ્રીકન ગેંગનો ભારતમાં આતંક, વડોદરાના વેપારીના રૂપિયા 19 લાખ પડાવ્યા
આરોપીઓએ સાઈબર ટ્રોન નામની વેબસાઈટ ચાલુ કરી હતી
રાજકોટ ક્રાઈમબ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે કે, આ શખ્સોએ www.cybertron.live નામની એક વેબસાઈટ (Fraud through a website called Cybertron) શરૂ કરી હતી. ત્યારબાદ આરોપીઓએ અલગ-અલગ રોકાણકારોને નાણાની વધુ લાલચ આપીને લલચાવ્યા હતા અને તેમાં ડિજિટલ મેગા ટ્રોન કરન્સીના નામે રોકાણ (Investment in the name of digital mega tron currency) પણ કરાવ્યું હતું. જોકે, આ શખ્સોએ ટ્રોન અને મેગા ટ્રોન રોકાણના નામે અનેક લોકો સાથે પાસે પૈસાનું રોકાણ કરાવ્યું હતું અને ત્યારબાદ આ આ પૈસા બારોબાર ચાંઉ કરી ગયા હતા. જ્યારે રોકાણકારોને તેની સાથે છેતરપિંડીનો બનાવ બન્યા હોવાની જાણ થતાં તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો અને પછી આ સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું.
રાજસ્થાનમાં યોજ્યો મેગાટ્રોન લોન્ચિંગનો કાર્યક્રમ
ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડેલા બ્રિજેશ અને કિરણકુમાર નામના આરોપીની વધુ પૂછપરછમાં સામે આવ્યું હતું કે, તેમણે મેગા ટ્રોન લોન્ચિંગ કાર્યક્રમ રાજસ્થાનના ઉદયપુર ખાતે યોજ્યો (Fraud through a website called Cybertron) હતો, જ્યાં ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો અને અનેક રોકાણકારો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે કાર્યક્રમની ભવ્યતા જોઈને રોકાણકારોએ પણ શખ્સો પર વિશ્વાસ કરી લીધો હતો અને આ જ તકનો લાભ લઈને આ શખ્સો દ્વારા રોકાણકારોને ઓનલાઈન ટ્રોનમાં રોકાણ કરવાની વાત કરવામાં આવી હતી. જોકે, રોકાણ કર્યા બાદ તેમને વળતરનું વધુ વ્યાજ મળશે તેવી લાલચ આપવામાં આવી હતી અને ત્યારબાદ આરોપીઓએ છેતરપિંડી કરી હતી.
આ પણ વાંચો- દુધઈના વેપારી સાથે હેન્ડ ગ્લોઝની ખરીદીના નામે 8.96 લાખની છેતરપિંડી
એડવોકેટ સાથે 38 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ
રાજકોટના એડવોકેટ મહેન્દ્રભાઈ દાદભાઈ વાળાએ ઓનલાઈન ડીજિટલ કરન્સી મામલે રાજકોટ ક્રાઈમબ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેમણે જણાવ્યું છે કે, તેમની સાથે ઓનલાઈન ટ્રોનમાં નાણા રોકવાના બહાને રૂપિયા 38 લાખથી વધુની છેતરપિંડી આચરવામાં આવી છે. જ્યારે આ મામલે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરીને બ્રિજેશ તેમ જ કિરણ કુમાર નામના આરોપીને (Rajkot Crime Branch arrested the accused) ઝડપી પાડયા હતા. હજી પણ આ ગુનામાં 2 જેટલા આરોપી ફરાર માનવામાં આવી રહ્યા છે ત્યારે ઝડપાયેલા બન્ને શખ્સોના કોર્ટ દ્વારા 12 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.