ETV Bharat / city

રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકોમાંથી એક સૌરાષ્ટ્રને ફાળે જાય તેવી શક્યતાઓ - આગામી ગુજરાતની ચૂંટણીઓ

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ તેમજ ભાજપમાંથી રાજ્યસભાના સાંસદ થયેલા અભય ભારદ્વાજનું તાજેતરમાં નિધન થતા રાજ્યસભાની ફરી બે બેઠકો ખાલી પડી છે. આથી આગામી દિવસોમાં ગુજરાતમાં ફરીવાર રાજ્યસભાની ચૂંટણી યોજાશે. આ માટે ચૂંટણીપંચ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.

રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકોમાંથી એક સૌરાષ્ટ્રને ફાળે જાય તેવી શક્યતાઓ

author img

By

Published : Dec 20, 2020, 1:32 PM IST

  • અહેમદ પટેલની બેઠક પર અઢી વર્ષ જ્યારે અભય ભારદ્વાજની બેઠક પર સાડા પાંચ વર્ષ જેટલો સમય બાકી હતો
  • ખાલી પડેલી બે માંથી એક બેઠક માટે ફરી રાજકોટમાંથી બે ઉમેદવારોની ચર્ચા
  • અભય ભારદ્વાજના નાનાભાઈ નીતિન ભારદ્વાજના નામની અટકળો
    રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકોમાંથી એક સૌરાષ્ટ્રને ફાળે જાય તેવી શક્યતાઓ

રાજકોટ: ગુજરાતમાં રાજ્યસભાના બે દિગ્ગજ સાંસદોનું નિધન થતા હવે બે બેઠકો ખાલી થઈ છે. જેમાં અગાઉ રાજકોટમાંથી મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અંગત મિત્ર એવા અભય ભારદ્વાજની જગ્યાએ તેમના નાના ભાઈ નીતિન ભારદ્વાજને ઉમેદવાર બનાવી શકાય તેવી શક્યતાઓ સામે આવી રહી છે. જો ખરેખર નીતિન ભારદ્વાજને ઉમેદવાર બનાવવામાં આવે તો એક બેઠક સૌરાષ્ટ્રના ફાળે આવે તેવી પ્રબળ શક્યતાઓ માનવામાં આવી રહી છે.

રાજ્યસભાની બેઠક માટે રાજકોટમાંથી બે નામોની ચર્ચા

રાજ્યસભાનાની ખાલી પડેલી બે બેઠકોમાંથી એક બેઠક માટે અભય ભારદ્વાજના નાનાભાઈ નીતિન ભારદ્વાજ ઉપરાંત રાજકોટમાંથી જ વધુ એક નામ પણ સામે આવ્યું છે. જેમાં જ્યોતિન્દ્ર મહેતાનો સમાવેશ થાય છે. જ્યોતિન્દ્ર મહેતા પણ વિજય રૂપાણીના મિત્ર છે. તો બીજી તરફ બક્ષીપંચ અથવા અનુસૂચિત જાતિના ઉમેદવારને પણ બેઠક ફાળવાય તેવી શક્યતાઓ છે.

ભારદ્વાજને ઉમેદવાર બનાવવામાં પણ સીએમનો મહત્વનો રોલ

અગાઉ રાજ્યસભામાં અભય ભારદ્વાજને ભાજપે ઉમેદવાર બનાવતા સૌ કોઈ આશ્ચર્ય પામ્યા હતા, પરંતુ અભય ભારદ્વાજ ભાજપ પક્ષમાં પડદા પાછળ રહીને મહત્વની ભૂમિકાઓ ભજવતા હતા. તેમજ તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુડબુકમાં સામેલ હતા અને મુખ્યપ્રધાન વિજય રૂપાણીના તેઓ બાળપણના મિત્ર હતા. જેથી ભાજપે તેમના પર પોતાની પસંદગી ઉતારી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.