- ઓમિક્રોનના વધતા કેસો વચ્ચે લોકો બેફિકર
- વધતા એમીક્રોનના કેસ વચ્ચે રાજકોટ બસસ્ટેન્ડમાં પ્રવાસીઓ બેફામ
- રોજના હજારો લોકોની અવરજવર રહે છે
રાજકોટઃ ઘણા બધા પ્રવાસીઓએ માસ્ક પણ નથી પહેર્યા અને સોશિયલ ડિસ્ટન્સનો પણ અભાવ છે. આ પ્રકારની બેદરકારીના કારણે રાજકોટમાં પણ ભવિષ્યમાં ઓમિક્રોનના કેસ આવવાની (Omicron variant in Rajkot )શક્યતાઓ છે.
બસ સ્ટેશનમાં મુસાફરો બેફિકર
રાજકોટને સૌરાષ્ટ્રનું પાટનગર માનવામાં આવે છે એવામાં અહીં દરરોજ હજારોની સંખ્યામાં સૌરાષ્ટ્રભરમાંથી અલગ અલગ જિલ્લાના લોકો નાના મોટા કામ માટે આવતા જતા હોય છે. એવામાં જામનગર ખાતે કોરોનાના નવા વેરિયન્ટ એવા ઓમિક્રોનના 3 કેસ આવ્યા છે. એવામાં રાજકોટથી જામનગર માત્ર ગણતરીના કલાકો દૂર થાય છે. જો કે આ અંગે રાજકોટમાં તંત્ર પણ બેદરકાર હોય (Omicron variant in Rajkot )તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. બસ સ્ટેન્ડમાં આવતા પ્રવાસીઓનું સ્ક્રીનીંગ કે ટેસ્ટિંગ કરવામાં (RMC Health Department) નથી આવી રહ્યું. જ્યારે લોકો પણ પોતે કાળજી લેવાનું ભૂલ્યા છે.
આ પણ વાંચોઃ રાજકોટ એરપોર્ટ પર મુસાફરોનું ઓમિક્રોન વાયરસ બાબતે ચેકિંગ કરાતું નથી: રામ મોકરિયા
આ પણ વાંચોઃ Corona variant Omicron: રાજકોટ સિવિલના ICU વોર્ડમાં 42 બેડના બે વોર્ડ ઉભા કરાયા