ETV Bharat / city

રાજકોટમાં પ્રહલાદ મોદીના સરકાર પર પ્રહાર, કહ્યું - કેન્દ્ર સરકાર ચોર છે - 30 shopkeepers of cheap foodgrains in Rajkot

રાજ્યમાં સસ્તા અનાજની દુકાનદારોના બાયોમેટ્રિક સોફ્ટવેરને લઈને કૌભાંડ આચરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. જેની તપાસ રાજકોટમાં પણ આવી છે. જે મામલે રાજકોટમાં 30થી વધારે સસ્તા અનાજના દુકાનદારોને નોટિસ પણ ફટકારવામાં આવી છે. જ્યારે આ મામલે રાજકોટ ખાતે આવેલા પ્રહલાદ મોદીએ વર્તમાન સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.

રાજકોટમાં પ્રહલાદ મોદીના સરકાર પર પ્રહાર

author img

By

Published : Sep 9, 2021, 7:08 PM IST

  • પ્રહલાદ મોદીએ વર્તમાન સરકાર પર આકરા પ્રહારો કર્યા
  • 30થી વધારે સસ્તા અનાજના દુકાનદારોને નોટિસ ફટકારાઇ
  • ઉપયોગમાં લેવાતા સોફ્ટવેરને ઢીંગલી નામ અપાયું હોવાનું તપાસમાં ખુલ્યું

રાજકોટ: રાજ્યમાં સસ્તા અનાજની દુકાનદારોનું બાયોમેટ્રિક સોફ્ટવેરને લઈને કૌભાંડ આચરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. જેની તપાસ રાજકોટમાં પણ કરવામાં આવી છે. જે મામલે રાજકોટમાં 30થી વધારે સસ્તા અનાજના દુકાનદારોને નોટિસ પણ ફટકારવામાં આવી છે. જ્યારે આ મામલે આજે રાજ્યના સસ્તા અનાજની દુકાનના એસોસિએશનના પ્રમુખ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદી રાજકોટ ખાતે દોડી આવ્યા હતા તેમજ સમગ્ર મામલે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી. રાજકોટ ખાતે આવેલા પ્રહલાદ મોદીએ વર્તમાન સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે, દુકાનદારો ચોર નથી, પરંતુ સરકાર છે. દુકાનદારોને ચોરી કરવા માટે મજબૂર કર્યા છે.

રાજકોટમાં પ્રહલાદ મોદીના સરકાર પર પ્રહાર

રાજકોટમાં 30 વધુ દુકાનદારોને નોટિસ

સસ્તા અનાજની દુકાનવાળા બાયોમેટ્રીક ફીંગર પ્રિન્ટની જગ્યાએ અન્ય લોકોની ફિંગર પ્રિન્ટ લઈને તેના ભાગનું બારોબાર વેચી નાખતા હોવાનું કૌભાંડ સામે આવ્યું છે. જેની તપાસનો રેલો રાજકોટ સુધી પહોંચ્યો છે. જે મામલે 30થી વધુ દુકાનદારો આ પ્રકારના કૌભાંડમાં સંડોવાયેલા હોવાનું પણ સામે આવ્યું છે. જ્યારે આ કામમાં ઉપયોગમાં લેવાતા સોફ્ટવેરને ઢીંગલી નામ અપાયું હોવાનું તપાસમાં ખુલ્યું છે. ત્યારે આ પ્રકરની તપાસને લઈને કેટલાક સસ્તા અનાજની દુકાનના વેપારીઓ દ્વારા પુરવઠા વિભાગને પોતાનું રાજીનામું ધરી દીધું છે. જેને લઇને મોટો વિવાદ સર્જાયો છે.

દુકાનદારોને સરકારી કર્મચારી જાહેર કરવાની માંગ

વડાપ્રધાન મોદીના ભાઈ અને રાજ્યના સસ્તા અનાજની દુકાન એસોસિએશનના પ્રમુખ એવા પ્રહલાદ મોદીએ રાજકોટમાં મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જ્યારે કેન્દ્ર સરકાર 370ની કલમ જમ્મુ કાશ્મીરમાંથી હટાવી શકે છે, રામ મંદિરનું નિર્માણ કરાવી શકે છે તેમજ CAAનું બિલ પણ લાવી શકે છે. તો દેશના સસ્તા અનાજની દુકાનના વેપારીઓની માંગ કેમ પૂરી કરતા નથી. તેમને સરકારી કર્મચારીઓ કેમ બનાવવામાં આવતા નથી. આ પ્રકારે કેન્દ્ર સરકારને આડેહાથ લીધી હતી અને સરકાર ચોર હોવાનું પણ તેમને જણાવ્યું હતું. જ્યારે સસ્તા અનાજના વેપારીઓને સરકાર એકમેક રીતે ડરાવી રહી હોવાનું પણ સામે આવ્યું છે.

વિવિધ માંગણીઓ સાથે જિલ્લા કલેક્ટર સાથે બેઠક

પ્રહલાદ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, સસ્તા અનાજના દુકાનદારો ખૂબ જ મુશ્કેલીમાં છે જેને લઇને રાજકોટ જિલ્લા કલેક્ટરને મે મળવાનો સમય માંગ્યો હતો. તેમને આજનો સમય આપ્યો હતો, ત્યારે આજે તેમની સાથે મુલાકાત કરવાની છે. આ સાથે જ સસ્તા અનાજના દુકાનદારોની જે પણ વિવિધ માંગો છે. જેમકે ગોડાઉનમાંથી નિયમિત માલ મળતો નથી તેમજ દુકાનદારોને પોષણક્ષમ ભાવો હજુ પણ નથી મળી રહ્યા, કમિશનમાં પણ વધારો થયો નથી, સર્વર પણ વારંવાર ખોરવાઈ જાય છે. આ તમામ પ્રકારની માંગ સાથે જિલ્લા કલેક્ટર સાથે ચર્ચા કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.