- નેકની ટીમે લીધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મુલાકાત
- યુનિવર્સિટીના સત્તાધીશોની છેલ્લા કેટલાય સમયથી ઈચ્છા હતી
- નેકની ટીમે પરીક્ષા વિભાગ અને CCDC લાઇબ્રેરીની મુલાકાત લીધી
રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો છેલ્લા કેટલાય સમયથી ઈચ્છતા હતા કે, નેકની ટીમને યુનિવર્સિટીની મુલાકાતે આવે અને મૂલ્યાંકન કરે તે માટે વિવિધ તૈયારીઓ કરાઈ હતી, ત્યારે ગુરૂવારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આ નેકની ટીમ આવી પહોંચી હતી. જેનું યુનિવર્સિટી ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે ટીમના સભ્યો દ્વારા યુનિવર્સિટીના અલગ અલગ ભવનોની પણ વિઝિટ કરવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે નેકની ટીમે પરીક્ષા વિભાગ અને CCDC લાઇબ્રેરીની મુલાકાત લીધી હતી.
પૂણે યુનિવર્સિટીના કુલપતિ સહિત છ મેમ્બર્સની ટીમ આવી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની શૈક્ષણિક ગુણવતાની ચકાસણી માટે નેકની પિયર ટીમે મૂલ્યાંકન શરૂ કર્યું હતું. પૂણે યુનિવર્સિટીના કુલપતિ સહિત છ મેમ્બરોની ટીમ સવારના 9 વાગ્યે યુનિવર્સિટી કેમ્પસ પર આવી પહોંચતા તેમણે સૌપ્રથમ સ્વામી વિવેકાનંદની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી હતી. ત્યારબાદ મૂલ્યાંકનના પ્રથમ દિવસે કુલપતિ ડૉ. નીતિનભાઇ પેથાણીએ સિન્ડીકેટ રૂમમાં નેકના તજજ્ઞો સામે પ્રેઝન્ટેશન રજૂ કરી યુનિવર્સિટીએ હાંસલ કરેલી સિદ્ધિ, સંશોધન તેમજ કેમ્પસ પર ઉપલબ્ધ સુવિધા સહિતની વિગતો રજૂ કરી હતી.