ETV Bharat / city

Murder in Rajkot: રાજકોટમાં પિતા-પૂત્ર વચ્ચે ઝઘડો થતા પૂત્રએ પિતાની હત્યા કરી - રાજકોટની યુનિવર્સિટી પોલીસ

રાજકોટમાં ગુનાઓનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. નાની નાની વાતમાં હત્યાના કેસ પણ વધી રહ્યા છે. ત્યારે રાજકોટમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. રૈયા ગામમાં એક પિતા-પૂત્ર વચ્ચે કોઈક બાબતે ઝઘડો થતા પૂત્રએ પોતાના જ પિતાની હત્યા કરી નાખી હતી. આ અંગે રાજકોટ ગાંધીગ્રામ પોલીસે (Rajkot Gandhigram Police) ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.

Murder in Rajkot: રાજકોટમાં પિતા-પૂત્ર વચ્ચે ઝઘડો થતા પૂત્રએ પિતાની હત્યા કરી

author img

By

Published : Jul 31, 2021, 1:12 PM IST

  • રાજકોટમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો
  • રૈયા ગામમાં પૂત્રએ જ પિતાની હત્યા કરી
  • રાજકોટ ગાંધીગ્રામ પોલીસે (Rajkot Gandhigram Police) ગુનો નોંધી તપાસ હાથ ધરી

રાજકોટઃ શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે, જેમાં એક પૂત્રએ પિતાની હત્યા કરી છે. આ ઘટના રાજકોટના રૈયા ગામ નજીકની હોવાનું સામે આવી રહ્યું છે. જેમાં પિતા-પુત્ર વચ્ચે કોઈ કારણોસર માથાકૂટ થતા પૂત્રએ પિતાને માર માર્યો હતો. તે દરમિયાન પિતાને ગંભીર ઈજાઓ થતાં તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં (Rajkot Civil Hospital) ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને વધુ સારવાર મળે તે અગાઉ જ તેમનું મોત નિપજ્યું છે. જ્યારે હાલ રાજકોટ ગાંધીગ્રામ પોલીસ (Rajkot Gandhigram Police) દ્વારા આ મામલે પૂત્ર પર હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.

Murder in Rajkot: રાજકોટમાં પિતા-પૂત્ર વચ્ચે ઝઘડો થતા પૂત્રએ પિતાની હત્યા કરી
Murder in Rajkot: રાજકોટમાં પિતા-પૂત્ર વચ્ચે ઝઘડો થતા પૂત્રએ પિતાની હત્યા કરી
આ પણ વાંચો- સ્વીટી પટેલ હત્યા કેસની જેમ જ હચમચાવી મૂકે તેવી પેથાપુર મર્ડર મિસ્ટ્રી, હજુ સુધી ઉકેલાયો નથી ભેદ

લગ્ન પ્રસંગમાં જવા મુદ્દે થઈ હતી માથાકૂટ

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, પરિવારમાં જામનગર ખાતે લગ્ન હોવાથી તેમાં પિતાએ લગ્નમાં જવા માટેની જીદ કરી હતી. આને ધ્યાનમાં રાખી પિતા-પૂત્ર વચ્ચે ઝઘડો થયો હતો. તે દરમિયાન 33 વર્ષના પૂત્ર ઈમરાન તાયાણીએ પિતા ફિરોઝ હાજીભાઈ તાયાણીને માથામાં બોથડ પદાર્થ મારતા તેઓ ઈજાગ્રસ્ત થયા હતા. એટલે તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ (Rajkot Civil Hospital) લઈ જવાયા હતા, જ્યાં તેમનું મોત થયું હતું.

આ પણ વાંચો- મેઢાળા ગામની સીમમાં માતા-પુત્રની હત્યા કરી આરોપીઓ ફરાર

યુનિવર્સિટી પોલીસે પૂત્રની ધરપકડ કરી

પિતા-પૂત્ર વચ્ચે થયેલા ઝઘડામાં પિતા ગંભીર રીતે ઘવાયા હતા. જ્યારે તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. બીજી તરફ ઘટનામાં પૂત્રને પણ ઈજા થવા પામી છે. હાલ સમગ્ર મામલે રાજકોટની યુનિવર્સિટી પોલીસ (University Police of Rajkot) દ્વારા કપૂત પૂત્રની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, હજી 2 દિવસ પહેલા જ રાજકોટમાં એક મહિલાની ગોળી મારીને હત્યા કરવાનો બનાવની તપાસ ચાલી રહી છે ત્યારે ગઈકાલે રાત્રે હત્યાનો બીજો બનાવ બન્યો હતો. આને લઈને રાજકોટમાં હાહાકાર મચી જવા પામ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.