ETV Bharat / city

રાજકોટના હડમતાળા ઇન્ડસ્ટ્રી ઝોનમાં 300થી વધુ યુનિટ કાર્યરત

રાજકોટના કોટડા સાંગાણી ગ્રામ્ય વિસ્તાર સ્થિત હડમતાળા ઇન્ડસ્ટ્રીઝ ઝોન એસોસિશન દ્વારા 300થી વધુ યુનિટ શરુ કરવા જિલ્લા વહીવટી તંત્રના માધ્યમથી મંજૂરી મેળવી હતી. 2 હજાર જેટલા સ્થાનિક તેમજ પરપ્રાંતિય કામદારોના પાસ ઇસ્યુ કરી આપવામાં આવ્યા હતાં. જેનો લાભ વિવિધ એકમોને મળી રહેતા આ યુનિટ દ્વારા પ્રોડક્શન શરુ કરી દેવામાં આવ્યું હતું.

More than 300 units are operating in Hadmatala Industries Zone of Rajkot
રાજકોટના હડમતાળા ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં 300થી વધુ યુનિટ કાર્યરત
author img

By

Published : May 15, 2020, 8:38 PM IST

રાજકોટ: રાજકોટના કોટડા સાંગાણી ગ્રામ્ય વિસ્તાર સ્થિત હડમતાળા ઇન્ડસ્ટ્રીઝ ઝોન એસોસિશન દ્વારા 300થી વધુ યુનિટ શરુ કરવા જિલ્લા વહીવટી તંત્રના માધ્યમથી મંજૂરી મેળવી હતી. 2 હજાર જેટલા સ્થાનિક તેમજ પરપ્રાંતિય કામદારોના પાસ ઇસ્યુ કરી આપવામાં આવ્યા હતાં. જેનો લાભ વિવિધ એકમોને મળી રહેતા આ યુનિટ દ્વારા પ્રોડક્શન શરુ કરી દેવામાં આવ્યું હતું. હાલ મોટાભાગના એકમો પુરજોશમાં કાર્યરત છે. ફૂડ પ્રોસેસિંગ, ફાર્મા, સ્પિનિંગ, હોમ ડેકોર, કિચન એપ્લાયન્સીસ, કાસ્ટિંગના 100થી વધુ એક્સપોર્ટ કરતા યુનિટ પણ કાર્યરત છે. કેટલાક એક્મોએ અન્ય રાજ્યમાં લોકડાઉન સરળ બનતા માલ મોકલવાનું શરુ કરી આપ્યાનુ હડમતાળા ઇન્ડસ્ટ્રીઝ ઝોન એસોસિશનના ઉપ્રમુખ વિનુભાઈ પટેલે જણાવ્યું હતું.

More than 300 units are operating in Hadmatala Industries Zone of Rajkot
રાજકોટના હડમતાળા ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં 300થી વધુ યુનિટ કાર્યરત

4757 જેટલા ઇનહાઉસ કારીગરોને ઔદ્યોગિક એકમો ખાતે જ લોકડાઉન દરમ્યાન રહેવા, જમવાની સગવડ કરી આપવામાં આવતા મોટાભાગના પરપ્રાંતિય મજૂરો અહીં જ રોકાઈ ગયાનું અને એકમો શરુ થતા પ્રોડકશનમાં કોઈ મુશ્કેલી ન પડી રહી હોવાનુ જોવા મળ્યું હતું. આ ઉપરાંત આજુબાજુના 30થી વધુ ગામના સ્થાનિકોને પણ રોજગારી મળી રહી છે. જેમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા ઔદ્યોગિક એકમોને રાજકોટ ખાતે શરુ કરવા મંજૂરી અપાઈ ચુકી છે. ત્યારે રાજકોટના વિવિધ ઇન્ડસ્ટ્રીઝ ઝોન એસોસિશનને ખાતે પાસ આપવા તેમજ મંજૂરી બાબતે વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થા કરી આપવામાં આવી છે. ત્યારે રાજકોટના 10 હજારથી વધુ યુનિટ ધમધમવા લાગ્યા છે. રાજકોટ ગ્રામ્યમાં લોક ડાઉન બે સમયે ગ્રામ્ય વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીઝને શરુ કરવા ખાસ કિસ્સામાં મંજૂરી આપી હતી. જેનો વિશેષ લાભ હડમતાળા ઇન્ડસ્ટ્રીઝના ગ્રામીણ તેમજ સ્થાનિક લોકોને વિશેષ મળી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.