રાજકોટઃ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનો કહેર સત્તત વધી રહ્યો છે, ત્યારે રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં વધુ 27 દર્દીઓના કોરોનાના કારણે મોત નિપજ્યાનું સામે આવ્યું છે. જેમાં રાજકોટ શહેરના 14 જ્યારે ગ્રામ્યના 5 દર્દી તેમજ અન્ય જિલ્લાઓના 3 દર્દીઓનો સમાવેશ થાય છે.
![corona patients died](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-rjt-02-corona-update-av-7202740_08092020171536_0809f_1599565536_496.jpg)
જિલ્લામાં મંગળવારે બપોર સુધીમાં વધુ 48 દર્દીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. શહેરમાં કુલ કોરોના પોઝિટિવ કેસનો આંક 3910 સુધી પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં કોરોના સંક્રમણ વધતા રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિ પણ છેલ્લા એક સપ્તાહથી રાજકોટમાં રોકાયા છે અને દરરોજ અધિકારીઓ સાથે બેઠક યોજીને કોરોના સંક્રમણ રોકવા માટે નવી નવી રણનીતિ ઘડી રહ્યા છે.