- મુખ્યમંત્રી રાહત ફંડમાંથી SMA-1ની સારવાર માટે સહાય બાબતે લખ્યો પત્ર
- ધૈર્યરાજસિંહની સારવાર માટે અંદાજીત 16 કરોડ રૂપિયાની જરૂરિયાત
- સોમવારે કોંગ્રેસના ધારાસભ્યો વિધાનસભામાં ધૈર્યરાજસિંહની સારવારનો મુદ્દો ઉઠાવશે
રાજકોટ: મહિસાગર જિલ્લાના કાનેસર ગામના રહેવાસી રાજદીપસિંહ સુરેન્દ્રસિંહ રાઠોડનો 3 માસનો પુત્ર ધૈર્યરાજસિંહ SMA-1 નામની ગંભીર બીમારીથી પીડાય છે. જે બીમારીના સારવાર અર્થે ઈન્જેક્શનની જરૂરિયાત છે. બાળકના પરિવારજનો આ ઈન્જેક્શન તેમજ બાળકની સારવારનો ખર્ચ ઉઠાવી શકે તેમ ન હોવાથી ધોરાજી-ઉપલેટાના MLA લલિત વસોયાએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખીને મદદ કરવા માગ કરી છે.
![MLA લલિત વસોયાએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને લખેલો પત્ર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-rjt-rural-mla-dhoraji-lalit-vasoya-gj10063_14032021134213_1403f_1615709533_505.jpg)
મધ્યમ વર્ગીય પરિવાર સારવાર ખર્ચ ઉઠાવવા માટે અસમર્થ
MLA લલિત વસોયાએ જણાવ્યું કે,બિમાર બાળક ધૈર્યરાજસિંહના પિતા રાજદીપસિંહ સુરેન્દ્રસિંહ રાઠોડ મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવે છે. ધૈર્યરાજસિંહની બિમારીની સારવાર માટે ઈન્જેક્શનની જરૂરિયાત છે અને આ ઈન્જેક્શનની અંદાજીત રકમ રૂ.16 કરોડ હોવાનું પણ તેમણે જણાવ્યું હતુ. પરિવારજનો ઈન્જેક્શનની ખરીદી કરી શકે તેવી આર્થિક પરીસ્થિતી ન હોવાથી મુખ્યપ્રધાનને પત્ર લખીને રાહત ફંડમાંથી સહાય કરવાની માગ કરી છે.
વડાપ્રધાન પાસે પણ સહાયની કરી માગ
તેમણે વધુમાં જણાવ્યું કે, તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમાન બિમારી ધરાવતા એક બાળકને ઈન્જેક્શન અપાવીને મદદરૂપ થયા હતા. જેને ધ્યાનમાં લઈને રાજદીપસિંહના 3 માસના પુત્રને સારવાર મળી રહે તે માટે વડાપ્રધાન પાસે પણ મદદની માગ કરી છે.