ETV Bharat / city

MLA Lalit Vasoya Statement on Paper Leak 2021 : પેપર નથી ફુ્ટયું બેરોજગાર યુવાનોનું ભવિષ્ય ફૂ્ટયું છે - Lalit Vasoya Reaction

ગત રવિવારના રોજ લેવાયેલી હેડ કલાર્કની પરીક્ષાનું પેપર લીક (GSSSB Head Clerk Paper Leak 2021) થયાં બાદ મામલો રાજકીય રંગે રંગાયો છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ પોતાની પ્રતિક્રિયા (MLA Lalit Vasoya Statement on Paper Leak 2021) આપતાં સરકાર પર આક્ષેપો કર્યા હતાં.

MLA Lalit Vasoya Statement on Paper Leak 2021 : પેપર નથી ફુ્ટયું બેરોજગાર યુવાનોનું ભવિષ્ય ફૂ્ટયું છે

author img

By

Published : Dec 17, 2021, 9:07 PM IST

રાજકોટ: જિલ્લાના ધોરાજી-ઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ (MLA Lalit Vasoya Statement on Paper Leak 2021) હેડ ક્લાર્કની પરીક્ષાના પેપર લીક કાંડ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. આપને જણાવી આપીએ કે ગત રવિવારના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રાજ્યના જિલ્લા મથકે પરીક્ષા યોજવામાં આવી હતી. જેમાં હજારોની સંખ્યામાં પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેનું પરીક્ષાનું પેપર લીક થતા (GSSSB Head Clerk Paper Leak 2021) અલગ અલગ રાજકીય પાર્ટી અને વ્યક્તિઓ દ્વારા પોતાની પ્રતિક્રિયા આપીને આક્રોશ ઠાલવવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ GSSSB Head Clerk Paper Leak 2021: અસિત વોરાને 72 કલાકમાં પદ પરથી નહીં હટાવાય તો આંદોલન કરીશું, યુવરાજ સિંહની ચીમકી

લલિત વસોયાએ કયા આક્ષેપ કર્યાં?

આ મામલે ધારાસભ્ય લલિત વસોયાએ (MLA Lalit Vasoya Statement on Paper Leak 2021) પોતાનો આક્રોશ રાજ્ય સરકાર પર ઠાલવતાં જણાવ્યું કે ગુજરાત રાજયમાં નવમી વખત પેપર (GSSSB Head Clerk Paper Leak 2021) ફૂટ્યું છે. વર્ષ 2014થી 2021ની સાલમા ભાજપ સરકાર સરકારમાં નવ વખત પેપરો ફૂટ્યા હોવાનું પણ જણાવેલ હતું. આગળ તેમણે જણાવ્યું કે પેપરો નથી ફૂટ્યાં પણ લાખો વિદ્યાર્થીઓનુ ભવિષ્ય બગડ્યું છે અને પરીક્ષાર્થીઓના વાલીઓએ લાખો રૂપિયાનો ખર્ચ કરેલો છે છતાં મુશ્કેલીઓ વધી રહી છે.

MLA Lalit Vasoya એ રાજકોટમાં સરકાર પર કર્યાં આક્ષેપ

સરકારમાં બેઠેલા લોકોના ઈશારે પેપરો ફુ્ટયાંઃ વસોયા

સાથે જ વસોયાએ આક્ષેપ કર્યો હતો કે એકપણ ચમરબંધીને છોડવામાં નહી આવે તેવી વાત સરકાર કરે છે. પણ તેને પકડો તો ખરા અને આ કૌભાંડોની અંદર અત્યાર સુધીમા સરકારમાં બેઠેલા લોકોના ઈશારે આ પેપરો ફુ્ટયાં છે.

રાજ્ય ગૃહપ્રધાનની સ્પષ્ટતા

બીજી તરફ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ સ્પષ્ટતા કરી હતી કે, સોશિયલ મીડિયા અને મીડિયા તરફથી મળેલ માહિતી મુજબ, અમે ત્રણ દિવસ પહેલાં જ તપાસ શરૂ કરી હતી, જેમાં પ્રશ્નપત્ર ફૂટ્યું ((GSSSB Head Clerk Paper Leak 2021)) હોવાના પૂરાવા અમને પ્રાપ્ત થયા છે, જેમાં 10 આરોપીઓ સામે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે, જે પૈકી 6 આરોપીઓની ધરપકડ (Arrest of paper leak accused) કરવામાં આવી છે અને 4 આરોપીઓ પોલીસના રડારમાં છે. સાબરકાંઠા પોલીસે 3 દિવસ પહેલા જ તમામ આરોપીઓની રેકી કરી હતી. ગૃહ રાજ્યપ્રધાને એમ પણ જણાવ્યું હતું કે, પરીક્ષા રદ થશે કે નહીં, તે નિર્ણય અને અસિત વોરાનું શું થશે તે નિર્ણય બાદમાં લેવાશે.

આ પણ વાંચોઃ GSSSB Head Clerk Paper Leak 2021: પેપર લીક થયું હોવાનું સરકારે કબૂલ્યું, 6 આરોપીની ધરપકડ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.