- તમામ પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર પ્રસારમાં એડીચોટીનું જોર
- રાજકોટમાં ભાજપે આપી 26 વર્ષીય ડેન્ટિસ્ટને ટિકીટ
- તમામ ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા હતા
રાજકોટ: રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થઈ છે. જેને લઇને તમામ પક્ષો ચૂંટણી પ્રચાર પ્રસારમાં એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે રાજકોટ મહાનગર પાલિકાના ભાજપના ઉમેદવારોએ વિધિવત રીતે પોતાની દાવેદારી નોંધાવી હતી. જેમાં સૌથી નાની વયના મહિલા ઉમેદવાર એવા ડો. મેઘાવી સિંધવે પણ પોતાની દાવેદારી નોંધાવી હતી. જેઓ રાજકોટ ભાજપમાં સૌથી નાની વયના ઉમેદવાર હોવાનું સામે આવ્યું છે. જ્યારે વ્યવસાયે તેઓ ડેન્ટિસ્ટ ડોક્ટર છે. ભાજપ દ્વારા 26 વર્ષના મહિલા ઉમેદવારને ટિકિટ આપવામાં આવતા તેઓ ચર્ચામાં આવ્યા હતા.
ભાજપે 26 વર્ષીય મહિલા ડેન્ટિસ્ટને આપી ટિકિટ
ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુરૂવારે રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણી માટે 72 ઉમેદવારોના નામોની જાહેરાત કરાઈ હતી. ત્યારે આ 72 ઉમેદવારોએ બહુમાળી ચોક ખાતે એકઠા થયા હતા અને ત્યારબાદ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ કરીને પોતાની ઉમેદવારી નોંધાવી હતી. જેમાં સૌથી નાની વયના ભાજપના ઉમેદવાર પણ સામે આવ્યા છે. ભાજપે વોર્ડ નંબર 15માંથી ડો. મેઘાવી સિંધવને ટિકિટ આપી છે. જેઓ વ્યવસાય ડેન્ટિસ્ટ છે અને માત્ર 26 વર્ષની જ છે. રાજકોટમાં સૌથી નાની વયના ભાજપના ઉમેદવાર હોવાના વાત સામે આવતા તેઓ ચર્ચામાં આવ્યા છે. રાજકોટની જૂની કલેક્ટર કચેરી ખાતેથી પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું છે.