- કોરોના સંક્રમણ અટકાવવા મંડલીકપુરમાં કરવામાં આવ્યું લોકડાઉન
- બહારગામથી આવતા લોકોને કોરોના ટેસ્ટ બાદ જ પ્રવેશ
- લોકડાઉનનો ભંગ કરનારને કરવામાં આવી દંડની જોગવાઈ
રાજકોટ: ગુજરાતમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. ત્યારે ગામડાઓમાં કોરોનાના વધતા કેસને લઈને નિર્ણય લેવાયો છે. રાજકોટના જેતપુરમાં વધુ એક ગામે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે. વાડાસાડ, જેતલસર જંકશન બાદ મંડલીકપુર ગામે સંપૂર્ણ લોકડાઉન કર્યું છે.
આ પણ વાંચો: હાંસોટ તાલુકાના ઈલાવ ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન
ગામમાં કોરોના નાબૂદ ન થાય ત્યાં સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું
કોરોના સંક્રમણના પગલે લોકડાઉન જાહેર કરાયું છે. જીવન જરૂરિયાતની દુકાનો સવારે 7થી 9 અને સાંજે 6થી 8 બે કલાક ખુલી રહેશે. માસ્ક, સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરનારાને 1,000નો દંડ ગ્રામ પંચાયત વસુલ કરશે. કોરોનાની બીજી લહેરમાં 50 કેસો ગામમાં નોંધાયા છે તેમજ બે વ્યક્તિના મોત થયા છે. જીવન જરૂરિયાત સિવાય તમામ વેપાર ધંધા બંધ રહેશે. તેમજ બહારથી આવતા લોકો કે જે વડોદરા, અમદાવાદ, મુંબઈ, સુરતથી આવતા હોઈ એવા લોકોનો કોરોના રિપોર્ટ ફરજિયાત કરીને પછીજ ગામમાં પ્રવેશ કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો: ઇડરના દરામલી ગામે સાત દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન