- ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ
- રાજકોટનું રાજકારણ ગરમાયું
- ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ
રાજકોટ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા જ રાજકોટનું રાજકારણ ગરમાયું છે. આજરોજ સેન્સ માટે પ્રદેશ કોંગ્રેસમાંથી નરેશ રાવલ, અમીબેન યાજ્ઞિક તેમજ શૈલેષ પરમાર દ્વારા સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસ પક્ષ દ્વારા રાજકોટ શહેરના 18 વોર્ડ માટે 72 ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા આજે અને આવતીકાલે બંને દિવસ ચાલવાની છે. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં લઈને કોંગ્રેસ પક્ષ દ્વારા ત્રણ નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે.
કોંગ્રેસમાં દાવેદારી કરવા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટી પડ્યા
રાજકોટમાં આજરોજ સેન્સ માટે પ્રદેશ કોંગ્રેસમાંથી નરેશ રાવલ, અમીબેન યાજ્ઞિક તેમજ શૈલેષ પરમાર દ્વારા સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આગામી મહિને યોજાનારી મનપાની ચૂંટણીને લઈને કોંગ્રેસમાં દાવેદારી કરવા માટે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટી પડ્યા છે.