ગોંડલઃ તાજેતરમાં ગોંડલના RTI એક્ટિવિસ્ટ કુલદીપસિંહ જનકસિંહ જાડેજા દ્વારા એસટી તંત્ર પાસે માહિતી માંગવામાં આવી હતી કે, તારીખ 1-1-2019થી તારીખ 30-9-2019દરમિયાન એસટી બસમાં અનામત રાખવામાં આવતી ધારાસભ્ય માટેની બેઠક પર કેટલા ધારાસભ્ય દ્વારા મુસાફરી કરવામાં આવી છે. જેના જવાબમાં એસટી તંત્ર દ્વારા જણાવાયું હતું કે, આ સમય દરમિયાન 172 ધારાસભ્ય દ્વારા મુસાફરી કરવામાં આવી હતી.
દિનપ્રતિદિન અકસ્માતમાં વધારો થયો છે, ત્યારે લોકો એસટીના માધ્યમથી મુસાફરી કરે તે હેતુથી સરકાર તેમ જ એસટી તંત્ર પ્રયત્નો કરે છે કે ,લોકો એસટીમાં પ્રવાસ કરે, ત્યારે માત્ર 172 વખત જ ધારાસભ્યોએ મુસાફરી કરી સલામત સવારી એસટી અમારી સૂત્રોના ધજાગરા ઉડાડ્યાં છે.