ETV Bharat / city

રાજકોટમાં કોરોના વેક્સિનનો વધુ એક તબક્કો શરૂ

ભારતમાં હાલ કોરોના વેક્સિનેશનની પ્રક્રિયા શરૂ છે. ત્યારે સોમવારથી નવા તબક્કાનો પ્રારંભ થયો છે. જેમાં વડાપ્રધાન મોદી સહિતના મહાનુભાવોએ વેક્સિન લીધી હતી. રાજકોટમાં પણ નવા તબક્કામાં સિનિયર સિટીઝનોને વેક્સિન આપવાનું શરૂ કરવામાં આવ્યું છે.

author img

By

Published : Mar 1, 2021, 2:54 PM IST

50 વર્ષથી વધુ ઉંમરના લોકો લેશે રસી
50 વર્ષથી વધુ ઉંમરના લોકો લેશે રસી
  • કોરોના વેક્સીનેશનના નવા તબક્કાનો પ્રારંભ
  • 50 વર્ષથી વધુ ઉંમરના લોકો લેશે રસી
  • ખાનગી અને સરકારી હોસ્પિટલો રસી આપવાની કરશે પ્રક્રિયા

રાજકોટઃ જિલ્લામાં સોમવારથી કોરોના વેક્સિનેશનના નવા નવા તબક્કાનો પ્રારંભ થયો છે, જેમાં 50 વર્ષથી વધુના ઉંમરના તેમજ ગંભીર બીમારી ધરાવતા લોકોને આજથી કોરોના વેક્સિન આપવામાં આવી રહી છે. ત્યારે વહેલી સવારથી કોરોના વેક્સીનેશનનો પ્રારંભ થયો છે. જેનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં સિનિયર સિટીઝનો પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.

કોરોના વેક્સીનનો પ્રારંભ

38 હોસ્પિટલમાં આપવામાં આવશે વેક્સિન

રાજકોટમાં સોમવારથી ત્રીજા તબક્કામાં વેક્સીનેશનનો પ્રારંભ થયો છે. ત્યારે શહેરની 38 જેટલી ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં આપવામાં આવી રહી છે. જેમાં 24 સરકારી હોસ્પિટલ તેમજ 14 જેટલી ખાનગી હોસ્પિટલોમાં હાલ કોરોના વ્યક્તિને આપવામાં આવી રહી છે. 50 વર્ષથી વધુ ઉંમરના તેમજ અમુક ચોક્કસ બીમારી ધરાવતા લોકોને સોમવારે વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં દોઢ લાખથી વધુ આ પ્રકારના સિનિયર સિટીઝન નોંધાયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.