ETV Bharat / city

Koli Samaj Maha Sammelan: વિધાનસભા ચૂંટણીમાં કોળી મતદારો બગાડી શકે છે ભલભલાનો ખેલ

આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાને જોતાં દેવજી ફતેપરાએ રોજકોટમાં કોળી સમાજનું મહા સંમેલન યોજવા (Koli Samaj Maha Sammelan)ની જાહેરાત કરી છે. આ સંમેલન થકી કોળી સમાજ પર દેવજી ફતેપરાનું પ્રભુત્વ પણ જોવા મળશે. દેવજી ફતેપરાએ આ સંમેલનથી કુંવરજી બાવળિયા મહેન્દ્ર મુંજપરા અને પરસોત્તમ સાબરીયાને સાઈડલાઈન કર્યા છે.

Koli Samaj Maha Sammelan: વિધાનસભા ચૂંટણીમાં કોળી મતદારો બગાડી શકે છે ભલભાલાનો ખેલ

author img

By

Published : Mar 23, 2022, 8:04 PM IST

રાજકોટ: આગામી દિવસોમાં રાજકોટ ખાતે કોળી સમાજનું મહા સંમેલન (Koli Samaj Maha Sammelan) યોજવાની જાહેરાત પૂર્વ સાંસદ અને ભાજપ અને કોંગ્રેસમાં રાજકારણ કરી ચૂકેલા દેવજી ફતેપરા (Devji Fatepara Rajkot)એ કરી છે. રાજકોટમાં આગામી દિવસોમાં આયોજિત થનારા કોળી સમાજના સંમેલનમાં કોળી સમાજના અગ્રણી (Leader Of Koli community)કુંવરજી બાવળીયા, કેન્દ્ર સરકારમાં પ્રધાન મહેન્દ્ર મુંજપરા અને હળવદ વિસ્તારના ધારાસભ્ય (MLA of Halvad area) પરસોત્તમ સાબરીયાને પ્રવેશબંધી ફરમાવીને દેવજી ફતેપરાએ કોળી સમાજના મહાસંમેલનનું આહ્વાન કર્યું છે.

આગામી વિધાનસભા ચૂંટણીમાં કોળી મતદારો જે તરફ એ ધારાસભ્ય વિધાનસભા પહોંચશે!

કોળી સમાજ પર દબદબો સાબિત કરવા માટે મહા સંમેલન- કોળી સમાજના મહાસંમેલન યોજવાને લઈને પણ આગામી વિધાનસભા (Gujarat Assembly 2022)ની સામાન્ય ચૂંટણીમાં આ પ્રકારની રાજકીય ગતિવિધિઓ વધતી જોવા મળશે. જે નેતાઓ આ પ્રકારની રાજકીય ગતિવિધિઓમાં સામેલ થતા જોવા મળે છે તેમની પાછળ કોઈ ચોક્કસ રાજકીય પક્ષનું પીઠબળ હોવાનું પણ જૂનાગઢના વરિષ્ઠ પત્રકાર માની રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસમાં રાજકારણ કરી ચૂકેલા પૂર્વ સાંસદ અને ધારાસભ્ય દેવજી ફતેપરાએ કોળી સમાજ પર પોતાનો દબદબો સાબિત કરવા માટે સમાજનું મહા સંમેલન બોલાવ્યું છે.

કુંવરજી બાવળિયા અને પરસોત્તમ સાબરીયા સાઈડલાઈન- આ સંમેલનમાં કોળી સમાજના અગ્રણી તેમજ પૂર્વ કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયા સહિત કેન્દ્ર સરકારમાં રાજ્ય પ્રધાન બનેલા મહેન્દ્ર ભાઈ મુંજપરા અને કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા પરસોત્તમ સાબરીયાને સંમેલનમાંથી સાઈડલાઈન કરી મૂક્યા છે. કોળી સમાજ (Koli Community In Gujarat Politics)માં પદને લઈને આ પ્રકારની રાજકીય હુંસાતુંસી પાછલા કેટલાક વર્ષોથી સામાન્ય બનતી જોવા મળે છે. કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા દેવજી ફતેપરા ભાજપમાંથી રાજીનામું આપીને બહાર આવ્યા છે.

ચૂંટણીના સમયે આવી ગતિવિધિઓ સામાન્ય- ભાજપમાં સામેલ થયેલા કુંવરજી બાવળીયા અને પરસોત્તમ સાબરીયાને તેઓ કોળી સંમેલનમાંથી બહાર રાખી રહ્યા છે. સમગ્ર મામલે જૂનાગઢના પત્રકાર ધીરુભાઈ પુરોહિત માની રહ્યા છે કે, આ પ્રકારની રાજકીય ગતિવિધિઓ ચૂંટણીના સમયમાં બિલકુલ સામાન્ય જોવા મળતી હોય છે. પરંતુ આ પ્રકારે રાજકીય મહત્વકાંક્ષાઓને લઈને સમાજમાં જે પ્રકારે વાદ-વિવાદ અને અલગ ચોકાઓની ગોઠવણો કરવામાં આવે છે તે મોટેભાગે નેતાઓની સાથે સમગ્ર સમાજને લાંબાગાળે નુકસાન કરાવતી હોય છે.

કોળી સમાજનું મહા સંમેલન રાજકીય રીતે મહાસંમેલન- રાજકોટમાં આયોજિત (Koli Samaj Maha Sammelan In Rajkot)કોળી સમાજનું મહા સંમેલન સૌરાષ્ટ્રમાં ખૂબ મોટા રાજકીય સમીકરણ પર અસર કરી શકે છે. વાત જૂનાગઢ અને ગીર-સોમનાથની કરીએ તો જૂનાગઢ જિલ્લાની માંગરોળ અને કેશોદ તેમજ ગીર-સોમનાથ જિલ્લાની સોમનાથ અને ઉના બેઠકની સાથે તાલાળા બેઠકના રાજકીય સમીકરણો પણ બદલવા માટે કોળી સમાજનું મહા સંમેલન રાજકીય રીતે મહત્વનું માનવામાં આવે છે. રાજકીય પ્રત્યાઘાતરૂપે આવનારી વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં કોળી સમાજના કયા રાજકીય પક્ષ (Political Parties In Gujarat) સાથે જોડાણ કરશે તે અને તમામ રાજકીય પક્ષો માટે આગામી વિધાનસભાનો માર્ગ નક્કી કરશે.

જે તરફ કોળી સમાજ નમશે તે વિધાનસભા સુધી પહોંચશે!- સૌરાષ્ટ્રમાં કોળી સમાજ (Koli Community In Saurashtra) અને કોળી સમાજના મતદારોનું વિશેષ પ્રભુત્વ જોવા મળે છે. આવી પરિસ્થિતિમાં કોળી સમાજનું સંગઠિત થવું અને કોઈ એક રાજકીય પક્ષના સમર્થનમાં બહાર નીકળવું કોઇપણ રાજકીય પક્ષ માટે ચિંતા અને ખુશીનો માહોલ હોઈ શકે છે. કોળી સમાજ આગામી વિધાનસભાની ચૂંટણીમાં જે રાજકીય પક્ષો સાથે મતદારના રૂપમાં જોડાશે તેના ધારાસભ્યો વિધાનસભા સુધી પહોંચવામાં સફળતા મેળવશે, પરંતુ જો કોળી સમાજની નારાજગી ખાસ કરીને સત્તા પક્ષ તરફે જોવા મળી તો કોઇ પણ પક્ષની સરકારને ઘરે બેસાડવા સુધીની ક્ષમતા કોળી સમાજના મતદારો સૌરાષ્ટ્રમાં ધરાવી રહ્યા છે. જેને લઇને પણ આગામી દિવસોમાં આયોજિત થનારુ કોળી સમાજનુ મહા સંમેલન રાજકીય દ્રષ્ટિએ પણ ખૂબ મહત્વનું માનવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.